Skip to main content
Settings Settings for Dark

ગુડ ફ્રાઈડે નિમિત્તે વિશ્વભરના ચર્ચોમાં પ્રાર્થના સભાઓ યોજાઈ

Live TV

X
  • આજે ગુડ ફ્રાઈડે છે. આ પ્રસંગે, વિશ્વભરના ચર્ચોમાં પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દિવસે જિસસ ક્રાઈસ્ટને વધસ્તંભે ચડાવવામાં આવ્યો હતો. તેમણે માનવતાના પ્રેમ માટે બલિદાન આપ્યું. ગુડ ફ્રાઈડે હોલી ફ્રાઈડે, ગ્રેટ ફ્રાઈડે અને ઈસ્ટર ફ્રાઈડે તરીકે પણ ઓળખાય છે. ઇસ્ટર તરીકે ઉજવાતા ગુડ ફ્રાઇડે પછીના બીજા દિવસે રવિવારે ઇસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું હતું.

    આણંદના મરીયમ ચર્ચ ખાતે ગુડફ્રાઇડેની ઉજવણી કરવામાં આવી હતી. ઇસુના ક્રોસ પર થયેલ મૃત્યુના દિવસને ગુડ ફ્રાઇડે તરીકે ઉજવવામાં આવે છે. ગુડ ફ્રાઇડે નિમિત્તે ચર્ચમાં ફાધર જદગીશ મેકવાને પ્રભુ ઇશુએ વેઠેલી વેદનાઓ અંગે લોકોને અવગત કરાવ્યા હતા.

    તેમણે કહ્યુ કે પ્રભુ ઈસુએ વેદનાઓ સહન કરી અને સમગ્ર માનવ જાતને પાપ માંથી મુક્તિ આપવા માટે પોતાનું બલિદાન આપ્યું હતુ. ગુડ ફ્રાઇડેની ઉજવણીમાં ફાધર ડોમેનિક, ફાધર પ્રદીપ, ફાધર વિજય મેકવાન, સીસ્ટરો અને ધર્મજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply