ગુ.યુ.ની નવી એજ્યુકેશન પોલીસી, વિદ્યાર્થીઓને મળશે ક્યુઆર કોડ લગાવેલી માર્કશીટ
Live TV
-
ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવી એજ્યુકેશન પોલીસીનો અમલ કરવામાં આવ્યો છે ત્યારે વધુ એક નવતર પહેલના ભાગરૂપે યુનિવર્સિટીએ પહેલા અને બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ખાસ ક્યુઆર કોડ લગાવેલી માર્કશીટ આપવાનું નક્કી કર્યું છે.
ગુજરાત યુનવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવેલી આ વ્યવસ્થાના કારણે હવે માર્કશીટ સાથે ચેંડા થવા, નામ, માર્કસમાં સુધારો કરવા જેવી ગેરરીતિઓ અટકાવી શકાશે. આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે , કયુઆર કોડ લાગુ કરવાના કારણે હવે માર્કશીટની સલામતી વધી જશે. એટલું જ નહી ભવિષ્યમાં કોઇ વિદ્યાર્થીઓએ માર્કશીટ સાથે ચેંડા કર્યા હોય તો પણ તે પકડી શકાશે.
પહેલા અને બીજા સેમેસ્ટરમાં પરીક્ષા પણ નવી પોલીસી પ્રમાણે જ લેવામાં આવી છે. પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવી નથી. મહત્વની વાત એ કે, હવે યુનિવર્સિટી દ્વારા નવી એજ્યુકેશન પોલીસી દાખલ થયા પછી લેવાયેલી પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને નવા પ્રકારની માર્કશીટ આપવાની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને કયુઆર કોડ સાથેની માર્કશીટ એનાયત કરવામાં આવશે. એટલું જ નહીં નવી માર્કશીટમાં વિદ્યાર્થીએ ક્યા માધ્યમમાં અભ્યાસ કર્યો છે તેની પણ વિગતો આપી દેવામાં આવી છે.
