Skip to main content
Settings Settings for Dark

ગુરૂ વંદનાના ખાસ દિવસ એવા શિક્ષક દિનની ગુજરાત પોલીસ દ્વારા અનોખી ઉજવણી

Live TV

X
  • અનેક નવીન પરિવર્તનો થકી ગુજરાત પોલીસના ગૌરવમાં વધારો કરનાર ડીજીપી અને એડીજીપી સહિતની રેન્કના સૌ નિવૃત્ત પોલીસ અધિકારીશ્રીઓનું આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું.દેશ અને રાજ્ય માટે સમર્પિત ભાવથી સૌ નિવૃત્ત અધિકારીશ્રીઓએ આપેલી સેવાનું સન્માન કરવું એ માત્ર કર્તવ્ય જ નહિ, અમારી ફરજ પણ છે: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય

     ગુરૂ વંદનાના ખાસ દિવસ એવા શિક્ષક દિન નિમિત્તે આજે ગુજરાત પોલીસ દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પોલીસ અધિકારીઓએ પોતાની આખી જિંદગી ગુજરાત પોલીસ સેવામાં વિતાવી છે અને અનેક નવીન પરિવર્તનો હાથ ધરી ગુજરાત પોલીસના ગૌરવમાં વધારો કર્યો છે, તેવા ડીજીપી અને એડીજીપી સહિતની રેન્કના નિવૃત્ત પોલીસ અધિકારીશ્રીઓને એક મંચ પર એકત્રિત કરી તમામ અધિકારીશ્રીઓનું આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ૪૦થી વધુ નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.

    રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સૌ આમંત્રિત નિવૃત્ત અધિકારીશ્રીઓને આવકારતા જણાવ્યું હતું કે, દેશ અને રાજ્ય માટે જે સમર્પિત ભાવથી આપ સૌ નિવૃત્ત અધિકારીશ્રીઓએ સેવા આપી છે તેનો આદર અને સન્માન કરવું એ માત્ર કર્તવ્ય જ નહિ અમારી ફરજ પણ છે.વિકાસ સહાયે ઉમેર્યું કે, 'પરિવાર'ની ભાવના આપણા પોલીસ ખાતામાં વિશેષરૂપે જોવા મળે છે, એટલે જ 'પોલીસ પરિવાર' શબ્દ ખાસ સંભાળવા મળે છે. આ પરિવારમાં નિવૃત્ત પોલીસ અધિકારીશ્રીઓ પણ એક મહત્વનું સ્થાન ધરાવે છે. એટલે જ, માર્ગદર્શક તરીકે ગુજરાત પોલીસને હરહંમેશ યોગ્ય રાહ ચીંધતા નિવૃત્ત સૌ અધિકારીશ્રીઓને મેન્ટર તરીકે સન્માનિત કરવા માટે શિક્ષક દિનથી ઉચિત અન્ય કોઈ દિવસ ન હોઈ શકે.

        આ પ્રસંગે પોલીસ ભવન ખાતે ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઓની સુવિધા માટે અંદાજે રૂ.૭.૪૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આધુનિક જીમ, ઘોડિયાઘર તેમજ બે કોન્ફરન્સ હોલનું પણ નિવૃત્ત અધિકારીશ્રીઓ તેવા ગુરુજનોના હસ્તે નામાંકન કરવામાં આવ્યું હતું.શિક્ષક દિવસ પ્રત્યેક વ્યક્તિને પોતાની સફળતાના આધાર એવા ગુરુજીનું સ્મરણ કરવાનું યાદ અપાવે છે. આજે ગુજરાત પોલીસે પણ સૌ પથદર્શક નિવૃત્ત અધિકારીશ્રીઓ એવા ગુરુજનોનું સન્માન કરીને આ દિવસને સાચા અર્થમાં ઉજવ્યો છે.

        આ વિશેષ સન્માન સમારોહ પ્રસંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સૌ આમંત્રિત મહાનુભાવોનું સ્વાગત પ્લાન્ટ અને મોમેન્ટો આપીને કર્યું હતું. આ પ્રકારના કાર્યક્રમનું આયોજન સૌ પ્રથમ વખત થયું હોવાના ભાવ સાથે સૌ આમંત્રિત નિવૃત્ત અધિકારીશ્રીઓ દ્વારા આ આયોજનની પ્રશંસા કરી હતી અને પોતાના લાગણીસભર પ્રતિભાવો પણ વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે જેલ ડીજીપી  કે.એલ.એન રાવે સ્વાગત પ્રવચન કર્યું હતું અને આર્મ્સ યુનિટ એડીજીપી રાજુ ભાર્ગવે સૌ આમંત્રિતોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમારોહમાં નિવૃત્ત ડીજીપી પી.કે.બંસલ, પી.સી. પાન્ડેય, એસ.એસ. ખંડવાવાલા, પ્રમોદ કુમાર, પી.પી. પાન્ડેય, ગીથા જોહરી,  શિવાનંદ ઝા, એ.કે. સિંઘ, ઓ.પી.માથુર, અનિલ પ્રથમ સહિતના નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ગુજરાત પોલીસમાં સેવારત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    ……

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply