Skip to main content
Settings Settings for Dark

ગૂજરાત વિદ્યાપીઠમાં મળેલી બેઠકમાં રાજ્યપાલે ગાંધી સંસ્થાઓને 'નવજીવન' આપવાનું આહ્વાન કર્યું

Live TV

X
  • ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે ગૂજરાત વિદ્યાપીઠમાં મળેલી બેઠકમાં રાજ્યપાલે ગાંધી સંસ્થાઓને 'નવજીવન' આપવાનું આહ્વાન કર્યું. વિદ્યાપીઠ મંડળની બેઠકમાં સભ્યોને ભારપૂર્વક જણાવ્યુ કે ગાંધી વિચારો પર કાર્યરત આ સંસ્થાઓમાં ગાંધીજીના મૂળ આદર્શોનું મજબૂતાઈ સાથે પાલન થાય; એ સુનિશ્ચિત કરવાની જરૂર છે. તેમણે તમામ સભ્યોને આ સંસ્થાઓમાં ગાંધીજીના વિચાર-દર્શનને અનુરૂપ તમામ ગાંધી સંસ્થાઓને 'નવજીવન' આપવાની અપીલ કરી હતી.  ગૂજરાત વિદ્યાપીઠ મંડળની વર્ષ 2023-24ની ચોથી બેઠક આજે કોચરબ આશ્રમ, પાલડી-અમદાવાદ ખાતે, ગુજરાતના રાજ્યપાલ તથા ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી.

    કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ બેઠકમાં વિદ્યાપીઠના શૈક્ષણિક સ્તરને વધુ શ્રેષ્ઠ બનાવવા, વહીવટી તંત્ર તથા વ્યવસ્થાપનને વધુ સરળ તેમજ સુદૃઢ બનાવવા અને આર્થિક બાબતો અંગે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સભ્યો સમક્ષ ભારતમાં જેટલા પણ મૂળ ગૌ વંશ છે, તેમનું એક રાષ્ટ્રીય કેન્દ્ર ગુજરાતમાં સ્થાપિત કરવા માટે પોતાનો વિચાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે ગાંધીજીના મૂળ આદર્શોને અનુરૂપ ભારતની ગાયોના વિવિધ વંશોનું સંરક્ષણ કાર્ય ગૂજરાત વિદ્યાપીઠે કરવું જોઇએ. રાજ્યપાલના આ પ્રસ્તાવનો તમામ સભ્યોએ સહર્ષ સ્વીકાર કર્યો હતો તથા વહેલી તકે આ યોજના પર કાર્ય કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

    રાજ્યપાલે જણાવ્યું હતું કે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ માત્ર અક્ષર જ્ઞાન આપવા માટે નહોતી કરી; પણ સાથે-સાથે આધ્યાત્મિક ચિંતન, આત્મનિર્ભરતા, ગ્રામીણ વિકાસ અને દેશ સર્વાંગીણ વિકાસ તરફ આગળ વધે; એ ઉદ્દેશ સાથે કરી હતી. ગાંધીજીનું જીવન જ તેમનો સંદેશ હતો. બાપૂ જે કહેતા હતાં; તેમના મન, વચન, કર્મમાં તે પ્રતિબિંબિત થતું હતું. તેઓએ બાબત પર ભાર મૂક્યો હતો કે ગાંધીજીના વિચારો આજે પણ એટલા જ પ્રાસંગિક છે. મંડળે આ વિચારોના આધારે સંસ્થાઓ માટે નીતિ-નિયમો બનાવવા જોઇએ કે જેથી ગાંધી વિચારના મૂળ આદર્શોનું પાલન થાય તથા નવી પેઢીને ગાંધી માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કરી શકાય. આ કાર્ય જ ગાંધીજીના આત્માને સાચી શ્રદ્ધાંજલિ હશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply