ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી "રત્નો અને દાગીના" ક્ષેત્ર સાથે સંબંધિત સેમિનારમાં ઉપસ્થિત રહ્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરના રોજ સુરત ડાયમંડ બુર્સ"નું લોકાર્પણ કરશે
ગૃહ અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતના સરસાણા ખાતે જ્વેલરી, જેમસ્ટોન્સ એન્ડ ગુજરાત: રિનાઈસન્સ ફોર રેડિઅન્ટ ભારત’ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા. 10મી "વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024"ના પૂર્વાર્ધ રૂપે આયોજિત આ કાર્યક્રમ રાજ્યના ઉદ્યોગકારોની સમસ્યા અને રજૂઆત માટે સરકાર અને ઉદ્યોગકારો વચ્ચે સેતુરૂપ મંચ બન્યો હતો. નોંધનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરના રોજ વિશ્વમાં હીરાનું સૌથી મોટું વ્યાપારી કેન્દ્ર, "સુરત ડાયમંડ બુર્સ"નું લોકાર્પણ કરશે, જેના દ્વારા સુરતમાં હીરાની સાથે દાગીના ઉત્પાદનની નવી દિશા ખુલશે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરત સહિત રાજ્યના લાખો નાગરિકો, પરિવારોના જીવન ધોરણ સુધારવા અને તેમને સમૃદ્ધિના માર્ગ પર અગ્રેસર કરવામાં હીરા ઉદ્યોગ નિમિત્ત બન્યો છે. રિયલ ડાયમંડમાં નંબર-1 પર રહેલા સુરતને હવે લેબગ્રોન ડાયમંડ સેક્ટરમાં નંબર-1 બનાવવા રાજ્ય સરકાર તમામ સહયોગ આપશે, ત્યારે અગ્રણી ઉદ્યોગકારોએ સુરતમાં જ્વેલરી પ્રોડક્શનનું યુનિટ શરૂ કરવા માટે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. વાઈબ્રન્ટ ગુજરાતની આ પ્રી-ઈવેન્ટ ડાયમંડ તેમજ જેમ્સ જ્વેલરી સેક્ટરને સાચી દિશામાં આગળ વધવા માટે મદદ કરશે. આ ઈવેન્ટમાં વૈચારિક આદાન-પ્રદાનથી આ ક્ષેત્રમાં રહેલી સંભાવનાઓ ઉજાગરને થશે.
સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું કોમર્શિયલ હબ બનવાનું બહુમાન મેળવી ચૂક્યું છે. અમેરિકાના પેન્ટાગોન કરતા પણ મોટું આ બુર્સ આર્થિક ગતિવિધિઓનું ગ્લોબલ સેન્ટર બનશે એમ જણાવી ડાયમંડ ટ્રેડિંગની સાથે ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગની નવી દિશા ખૂલશે. SGCCIના પ્રમુખ રમેશ વઘાસિયાએ આભારવિધિ કરી SGCCIના 84,000 કરોડની નિકાસના લક્ષ્ય સાથે શરૂ કરેલ મિશન ગ્લોબલ કનેક્ટનો ખ્યાલ આપ્યો હતો.