ગૃહ રાજ્યમંત્રીના હસ્તે ગુ.રા.પોલીસ આવાસ નિગમ નિર્મિત અત્યાધુનિક સુવિધાયુક્ત કક્ષા B-40 આવાસોનું લોકાર્પણ
Live TV
-
ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવીએ સુરત શહેરના વરાછા ખાતે ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ દ્વારા બનાવાયેલ નવનિર્મિત અત્યાધુનિક, સુવિધાયુક્ત કક્ષા B-40 આવાસોનું લોકાર્પણ કર્યુ હતું.
આ સાથે વરાછા પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને સ્ટેશનની કાર્ય પદ્ધતિ, સુવિધાઓ અને સંસાધનોનું નિરીક્ષણ કરીને સમીક્ષા કરી હતી. તેમજ અધિકારીઓ અને કર્મચારીઓની શુભેચ્છા મુલાકાત લઈને તેમની સાથે સંવાદ કર્યો હતો. આ તકે, ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે પોલીસની માળખાકીય સુવિધાને વધુ સુદ્રઢ બનાવવા તથા તેમની સુખાકારીમાં વધારો કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.