ગોબલેજમાં મધ્ય ગુજરાત વાઇબ્રન્ટ રીઝનલ કોન્ફરન્સ: 1763 કરોડના 43 MoU સંપન્ન
Live TV
-
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીના અધ્યક્ષસ્થાને ગોબલેજ ખાતે ‘મધ્ય ગુજરાત વાઇબ્રન્ટ રીઝનલ કોન્ફરન્સ–2026’ યોજાઈ હતી. જેમાં વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રો માટે રૂ. 1763.23 કરોડના 43 સમજૂતી કરારો (MoUs) કરવામાં આવ્યા હતા.
‘વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી–2026’ અંતર્ગત MSME અને સ્થાનિક ઉદ્યોગોને નવી ઓળખ અને પ્રોત્સાહન પૂરું પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.ખેડા જિલ્લામાં સરખેજ, ગળતેશ્વર (અંગાડી), ખેડા (મહીજ) અને મહુધા (મહીસા) ખાતે ચાર નવી GIDC ને મંજૂરી આપવામાં આવી છે, જે સ્થાનિક રોજગારીમાં વધારો કરશે.આગામી 29 અને 30 જૂન, 2026ના રોજ GSFC યુનિવર્સિટી, વડોદરા ખાતે ‘મધ્ય ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત રીઝનલ કોન્ફરન્સ’ યોજાશે, જેનો મુખ્ય હેતુ ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ને પ્રોત્સાહન આપવાનો છે.સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, જિલ્લામાં ટેક્સટાઇલ અને ગ્રીન હાઈટેક પાર્ક જેવા પ્રોજેક્ટ્સથી આર્થિક વિકાસને વેગ મળ્યો છે. કાર્યક્રમમાં AI ના ઉપયોગ અને નવી ઔદ્યોગિક નીતિના પાસાઓ પર પણ માર્ગદર્શન અપાયું હતું.આ પ્રસંગે વિવિધ વિભાગોના 31 પ્રદર્શન સ્ટોલ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેની મુલાકાત મહાનુભાવોએ લીધી હતી.
