Skip to main content
Settings Settings for Dark

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં યોજાયો અંડર-12 ચિલ્ડ્રન્સ ચેસ ફેસ્ટિવલ

Live TV

X
  • બાળકોને મોબાઈલ અને ડિજિટલ સ્ક્રીનથી દૂર રહીને બૌદ્ધિક તથા સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ પ્રોત્સાહિત કરવાના પ્રયાસોના ભાગરૂપે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગરના બાલભવન વિભાગ દ્વારા ‘અંડર-12 ચિલ્ડ્રન્સ ચેસ ફેસ્ટિવલ’નું આજે સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સેક્ટર-29 સ્થિત યુનિવર્સિટીના શિશુમંડપમ ખાતે યોજાયેલા, આ ફેસ્ટિવલમાં ગુજરાતના 22 જિલ્લાઓમાંથી 298 જેટલાં બાળખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ચિલ્ડ્રન્સ ચેસ ફેસ્ટિવલમાં યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી. એસ. જોશી, કુલસચિવ પ્રો. સંજય ગુપ્તા, ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના ભાવેશ પટેલ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના પ્રોફેસરશ્રી સુધીર શર્મા તેમજ બાલભવન વિભાગના અધ્યક્ષ ડૉ. મહેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

    અંડર-12 ચિલ્ડ્રન્સ ચેસ ફેસ્ટિવલમાં બાળકોને અંડર-8, અંડર-9, અંડર-10, અંડર-11 અને અંડર-12 એમ પાંચ વયજૂથમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. સમગ્ર સ્પર્ધા દરમિયાન ખેલાડીઓએ કુલ 7 રાઉન્ડની ચેસ મેચોમાં ભાગ લીધો હતો. સ્પર્ધાની અંડર-8 થી અંડર-12 સુધીની પાંચ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોચનાં ત્રણ ખેલાડીઓને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે ટોચના 100 ખેલાડીઓને ચેસ બોર્ડ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.

    અંડર-8 કેટેગરીમાં પ્રથમ ક્રમે જોષી બ્રહ્મ, દ્વિતીય ક્રમે તુવાર કિર્તન અને તૃતીય ક્રમે ફ્રેયા વડાલીયા વિજેતા બન્યા હતા. આ જ ક્રમમાં અંડર-9 કેટેગરીમાં પ્રજાપતિ પાર્શ્વા, આચાર્ય મહર્ષિ, ચૌધરી મહર્ષ, અંડર-10 કેટેગરીમાં ગાંધી રૂષિલ, ઝિયાન બંદૂકવાલા, શાહ રિધમ, અંડર-11 કેટેગરીમાં ગિરગિલાની મિતાંશ, ધ્યેય શાહ, નમન જૈન, અંડર-12 કેટેગરીમાં શાહ હિતાર્થ, અર્જિત જૈન અને પટેલ જૈત્ર વિજેતા બન્યા હતા.

    આજના ડિજિટલ યુગમાં બાળકોના હાથમાં રમકડાં કરતાં મોબાઈલ અને નજર સામે મેદાન કરતાં સ્ક્રીન વધુ જોવા મળે છે. આવા સમયે ચેસ બાળકોને સ્ક્રીનથી દૂર રાખીને બુદ્ધિ, એકાગ્રતા અને વ્યૂહરચનાની રમત સાથે જોડે છે. રાજ્યના 22 જિલ્લાઓમાંથી ઉપસ્થિત રહેલાં 298 બાળખેલાડીઓની ભાગીદારીએ આ ફેસ્ટિવલને ખરા અર્થમાં રાજ્યકક્ષાના બાળ ચેસ મહોત્સવનું સ્વરૂપ આપ્યું હતું.

    સમગ્ર ટુર્નામેન્ટનું સફળ આયોજન બાલભવન વિભાગના અધ્યક્ષ ડૉ. મહેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ બાલભવનની સમગ્ર ટીમ દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
apply