Skip to main content
Settings Settings for Dark

ચોટીલા ખાતે ચૈત્રી પૂનમે ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર

Live TV

X
  • ગુજરાતના બધા જ મંદિરોમાં પૂનમના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રાળુઓનો દર્શન માટે ધસારો જોવા મળે છે. ચોટીલા મંદિરે વર્ષની 12 પૂનમોમાં કારતક માસની પૂનમ અને ચૈત્ર માસની પૂનમે ભક્તોની સૌથી વધારે ભીડ રહેતી હોય છે. 

    ચૈત્રી પૂનમના દિવસે ગુજરાતભરના અલગ અલગ ભાગોમાંથી માતાજીનો રથ લઈને પગપાળા સંઘો માતાજીના દર્શને આવતા હોય છે. પૂનમ પહેલાના આઠ દિવસથી જ બગોદરાથી ચોટીલા તેમજ ઉતર ગુજરાત તરફના વિરમગામથી ચોટીલા સુધીના નેશનલ હાઈવે તથા સ્ટેટ રોડ રથ સાથેના પગપાળા સંઘોથી ઉભરાઈ જાય છે. લગભગ દર એક કિલોમિટરના અંતરે સેવાભાવી મંડળો તથા રોડ પર આવતા ગામો દ્વારા ચા, પાણી, શરબત, નાસ્તો તથા ભોજન માટેના કેમ્પો શરૂ થઈ જાય છે. રોડ પરના ખેતર-વાડીના માલિકો-ખેડૂતો પણ પોતાના ખેતરમાં આ પગપાળા સંઘોને રાત્રિ રોકાણ માટે તેમજ દિવસ દરમિયાન આરામ માટે પોતાની યથા શક્તિ પ્રમાણે વ્યવસ્થા કરી આપતા હોય છે. ચોટીલાને જોડતા આસપાસની ત્રિજ્યાના દરેક રોડ રસ્તાઓ ચૈત્રીપૂનમના આઠ દિવસ પહેલાથી જ ભકિતના રંગે રંગાઈ જાય છે.

    ચોટીલા ડુંગર તળેટીનો રોડ ચૈત્રી પૂનમના આગલા દિવસથી ૨૪ કલાક સુધી પગપાળા સંઘો અને યાત્રાળુઓથી ધમધમતો રહ્યો હતો. આજે ચૈત્રીપૂનમ હોવાથી મંદિરના દ્વાર રાત્રે 01:30 વાગ્યા થી જ દર્શન માટે ખોલી નાખવામાં આવ્યા હતા અને 02:00 વાગ્યે માતાજીની આરતી કરવામા આવી હતી. હાઈવે પોલીસ ચોકીથી તળેટી સુધીનો રોડ પગપાળા સંઘો દ્વારા ઉડાડવામા આવતા કંકૂ અને ગુલાલથી એકદમ લાલ-ગુલાબી રંગનો થઈ ગયો હતો.

    આજે ચૈત્રી પૂનમના દિવસે મંદિરના ભોજનાલયમાં માતાજીની લાપસી,શાક, રોટલી તેમજ દાળભાતનો ભોજન પ્રસાદનો મોટી સંખ્યામા ભક્તોએ લાભ લીધો હતો. ચોટીલા પોલીસ દ્વારા પણ ટ્રાફિકની સમસ્યા ઊભી ના થાય તેમજ યાત્રાળુઓ ને કોઈ અગવડતા ના પડે તે માટે હાઈવે, તળેટી તેમજ ડુંગર પર સઘન પોલીસ બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.

    ચોટીલા મામલતદાર ઓફિસના કર્મચારીઓ તથા પોલીસ સ્ટાફ દ્વારા હાઈવે પર તેમજ મામલતદાર કચેરી પાસે  પગપાળા આવતા યાત્રાળુઓ માટે ચા-નાસ્તો તેમજ ભોજનની તેમજ ઠંડી છાશની સેવા ચાલુ કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
apply