Skip to main content
Settings Settings for Dark

ચોમાસાની ઋતુ સાથે સુરતમાં રોગચાળો વકર્યો, મલેરિયા, ડેન્ગ્યૂ, ઝાડા-ઉલટીના કેસમાં વધારો

Live TV

X
  • સુરતમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સાથે રોગચાળામાં વધારો થયો છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. મલેરિયા, ડેન્ગ્યૂ, ઝાડા-ઉલટીના કેસમાં 10થી 12 ટકાનો વધારો થયો છે. સુરત નવી સિવિલના બાળ વિભાગના મેડિકલ પ્રોફેસરે જણાવ્યું કે, સુરતમાં છેલ્લા 15-20 દિવસમાં ભારે વરસાદને કારણે ઠેક ઠેકાણે પાણી ભરાવવાની ઘટના બનતા પાણી જન્ય રોગોએ માથું ઊંચક્યું છે.

    હજુ પણ વરસાદ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં વધુ રોગચાળો વકરવાની ભીતિ સેવાઇ રહી છે. 12 દિવસમાં સુરતમાં ઝાડા, ઉલ્ટી અને તાવથી બાળકો સહિત 10ના મોત થયા હોવાની વિગતો મળી રહી છે. જૂન મહિનામાં નવી સિવિલ હોસ્પિટલમાં 223 મેલેરીયા, 113 ડેન્ગ્યુ સહિત મોસમી રોગોના કુલ 733 દર્દીઓ દાખલ થયા છે. વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારમાં ઘરો અને દુકાનોમાં ખાડીનું દૂષિત પાણી પ્રવેશ્યું હતું. દૂષિત પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગો મલેરીયા અને ડેન્ગ્યુ ઉપરાંત હેપેટાઈટીસ ,ટાઈફોઈડ ,કમળો અને તીવ્ર ગેસ્ટ્રો તેમજ ચામડી પર ખંજવાળના દર્દીઓમાં વધારો થયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply