ચોમાસામાં અતિ વરસાદથી નુકસાન થયેલા રસ્તાઓનું તાત્કાલિક થશે સમારકામ
Live TV
-
રાજ્યમાં સીઝનના પડેલા વધુ વરસાદને કારણે ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર થતાં રાજ્ય સરકારે તેના સમારકામ માટે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ ૧૬૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વરસાદમાં નગરો અને શહેરોના રોડ રસ્તા પર પડેલા ખાડા તેમજ ધોવાણ થઈ ગયેલા રસ્તાઓને સમારકાર કામ કરવાના ઉદ્દેશ્યથી ૧પપ નગરપાલિકાઓ માટે ફાળવણી કરી છે. જે અંતર્ગત અમદાવાદ ઝોનની રપ નગરપાલિકાઓ માટે, કુલ રૂ. રર.૬૧ કરોડ, વડોદરાની ર૬ નગરપાલિકાઓને રૂ. ર૯.૯પ કરોડ, સુરતની ૧૯ નગરપાલિકા માટે ,રૂ. ૧૩.૯૧ કરોડ, ભાવનગરની ર૭ નગરપાલિકાઓને, રૂ. ર૪.૬૦ કરોડ, રાજકોટની ર૯ નગરપાલિકાઓને ,રૂ. ૪૬.૯૦ કરોડ, તેમજ ગાંધીનગરની ર૯ નગરપાલિકાઓ માટે રૂ. ૧ર.૯૩ કરોડ ફાળવવામાં આવ્યા છે
