Skip to main content
Settings Settings for Dark

છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 78 તાલુકામાં વરસાદ, આજે 8થી વધુ જિલ્લામાં આગાહી

Live TV

X
  • રાજ્યમાં વરસાદી માહોલ ધીમેધીમે જામી રહ્યો છે.  છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા છે. આજે સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે  સામાન્ય વરસાદની આગાહી  કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાતમાં  ચોમાસુ આગળ વધ્યું છે અને  નર્મદા જિલ્લામાં મધરાતથી વરસાદ શરૂ થયો હતો અને સવારથી ધોધમાર વરસાદ વરસવા લાગ્યો હતો.  વડોદરામાં પણ  ગત રાતથી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ગત રોજ  છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, પાવી જેતપુર,, અને ક્વાંટ તાલુકામાં ગાજવીજ સાથે સતત એક કલાક સુધી વરસેલા વરસાદના કારણે માર્ગો પર પાણી વહેતા હતા તો તાપી જિલ્લામાં પણ  સૌથી વધુ વ્યારા તાલુકામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. આજે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં,, ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply