Skip to main content
Settings Settings for Dark

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 118 તાલુકામાં મેઘમહેર, 12 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ

Live TV

X
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 118 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદનું જોર જોવા મળ્યું છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડા તાલુકામાં 1.73 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, વલસાડના પારડીમાં 1.65 ઇંચ, સુરેન્દ્રનગરના દસાડા અને ખેડાના નડિયાદમાં 1.57 ઇંચ, ભરૂચના જંબુસરમાં 1.5 ઇંચ અને સુરતના માંડવીમાં 1.26 ઇંચ વરસાદ નોંધાયો છે.

    જ્યારે સાબરકાંઠાના તલોદમાં 1.14 ઇંચ, અમદાવાદના વિરમગામ, સુરેન્દ્રનગરના વઢવાણ અને નવસારીના ખેરગામમાં 1.06 ઇંચ વરસાદ થયો છે. તેમજ અમદાવાદના ધોલેરા અને તાપીના ઉકાઈમાં 1.02 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

    રાજ્યમાં 100થી વધુ તાલુકાઓમાં 1 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે. જેમાં અમદાવાદના સાણંદ, આણંદના ખંભાત,  પેટલાદ, નર્મદાના દેડિયાપાડા, સુરતના કામરેજ, પાલસાણા અને ભરૂચના આમોદમાં સહિત 100થી વધુ તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ થયો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-07-2026 Max Temp : °C Min Temp : °C
apply