Skip to main content
Settings Settings for Dark

છોટાઉદેપુરનાં અંબાલા ગામના કારીગરો કલેમાટીના બનાવે છે કૂકવેર, હાટ બજારમાં ધૂમ વેચાણ

Live TV

X
  • છોટાઉદેપુરના અંબાલા ગામના 50 જેટલાં માટી કામનાં હસ્તકલાનાં કારીગરો રોજગારી પ્રાપ્ત કરી રહ્યાં છે. આજનાં આધુનિક યુગમાં પણ ક્લેમાટીના નોન સ્ટિક વાસણોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. છોટાઉદેપુર ના અંબાલા ગામના ગમાંણ ફળીયાના ધણૂંક સમુદાયનાં 50 જેટલાં કારીગરો ક્લેમાટીના નોન સ્ટિક વાસણોની બાપ દાદાના સમય ની હસ્તકલાને જાળવી રાખી ક્લેમાટીના નોન સ્ટિક વાસણો બનાવી રોજગારી મેળવી રહ્યા છે.

    હસ્ત કલાના કારીગરો પ્રથમ કલેમાટી માંથી વાસણનું નિર્માણ કરે છે અને માટીમાંથી ઘડી કાઢેલા વાસણોને તડકામાં સુકવ્યા બાદ વિવિધ આકારનાં પથ્થરો વડે સેફ આપી તાડના વૃક્ષના સુકાયેલા પાંદડાની ભઠ્ઠીમાં તપાવે છે. માત્ર એક કલાક બાદ આ વાસણોને ભઠ્ઠીમાંથી બહાર કાઢી વાસણો પર ગેરુ અને લાખનું કોટિંગ ચઢાવે છે. 

    આ કારીગરો ફ્રાઈ કરવાનું પ્રકૃતિક ઊંડું કેલેડી બનાવી હાટ બજારમાં વેચાણ કરી રોજગારી મેળવી રહ્યા છે. માટીના આ પ્રાકૃતિક વાસણોમાં રાંધેલું ફૂડ ખૂબ સ્વાદિષ્ટ બનતું હોવાનું માનવામાં આવે છે. અંબાલા ગામના રડતિયાભાઈ ધણૂંક નો પરિવાર છેલ્લા 15 વર્ષથી નોન સ્ટિક માટીના વાસણો બનાવે છે 

    આ કારીગરોને આદિજાતિ વિકાસ વિભાગ અને આદિવાસી સંશોધન અને તાલીમ ભવન અને ગુજરાત વિદ્યાપીઠ જેવી વિવિધ સંસ્થામાંથી 21 જેટલાં પ્રમાણપત્રો મેળ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply