છોટા ઉદેપુરનાં કટારવાંટમાં કાળા ચોખાની ખેતીનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો
Live TV
-
છોટા ઉદેપુરનાં કટારવાંટમાં કાળા ચોખાની ખેતીનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. નિવૃત્ત આર્મીજવાન ગોપાલ રાઠવાએ ખેતીમાં કંઈક નવતર પ્રયોગ કરવાની ધગશ સાથે કાળા ડાંગરની ખેતીમાં હાથ અજમાવતા તેમને સફળતા મળી છે. આરોગ્યપ્રદ આ ચોખાની ખેતીએ તેમને સારી કમાણી કરાવી છે. તેઓ પ્રતિ કિલો 100 રૂપિયાના ભાવે આ ચોખા વેચી રહ્યા છે. ગોપાલભાઈનું કહેવું છે કે, આ ચોખા શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડે છે, સુગરને નિયંત્રિત રાખે છે, સાંધાનો દુઃખાવો ઓછા કરે છે.
