જખૌ દરિયામાં 2 બોટ જળસમાધિ, 10 ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ
Live TV
-
જખૌ દરિયામાં બે માછીમારોની બોટ ડૂબી, અન્ય માછીમારાઓ સાહસ દાખવી 10 લોકોને બચાવી લીધા
કચ્છના જખૌ દરિયામાં મધદરિયે બોટ ડૂબી જવાની બે ઘટનાઓ ઘટી હતી, જેમાં કુલ 10 ક્રૂ મેમ્બરની બચાવી લેવાયા છે. રવિવારે બપોરના અરસામાં માનીક નામની GJ-15-MM-3788 રજિસ્ટ્રેશન ધરાવતી બોટ અચાનક મધ ધરીયે ડૂબવા લાગી હતી. ઘટનાની જાણ થતાં માછીમારી કરી રહેલા લોકોએ બોટમાં સવાર 7 ક્રૂ મેમ્બરને બચાવી લીધા હતા.
તો આ પહેલા મધ્યરાત્રીએ પણ અલ- અમીન નામની બોટ નંબર GJ1236બોટની અન્ય બોટ સાથે ટક્કર થતાં ડૂબવા લાગી હતી. ઘટનાની જાણ થતાં અન્ય માછીમારીઓ બોટમાં સવાર 3 ક્રૂ મેમ્બરને બચાવી લીધા હતા. બે અલગ અલગ બોટ ડૂબવાની ઘટનામાં કુલ 10 ક્રૂ મેમ્બરને બચાવી લાવામાં આવ્યા છે.