જખૌ પાસે પાકિસ્તાની માછીમારો સાથે બોટ ઝડપાઈ
Live TV
-
ગુજરાતના જખૌ પાસેની જળસીમામાંથી, પાકિસ્તાની માછીમારો સાથેની બોટ ઝડપાઈ હતી
ગુજરાતની જળ સીમામાંથી અનેકવાર પાકિસ્તાની માછીમારોની બોટ ઝડપાતી હોય છે. ગુજરાતના જખૌ પાસેની જળસીમામાંથી, પાકિસ્તાની માછીમારો સાથેની બોટ ઝડપાઈ હતી. હિલાલ નામની બોટમાંથી સાત પાકિસ્તાની માછીમારો ઝડપાતાં કોસ્ટગાર્ડ તેમની પૂછપરછ કરી રહ્યું છે. કોસ્ટગાર્ડના પેટ્રોલીંગ દરમિયાન પાકિસ્તાની માછીમારો સાથેની બોટ ઝડપાયા પછી, પી.આર.ઓ. ડીફેન્સે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી.