જન ધન યોજના દ્વારા 50 લાખ થી વધુ નાગરિકોને બેકિંગ સાથે જોડવાનો પ્રયાસ - સ્મૃતિ ઈરાની
Live TV
-
20 કરોડ 14 લાખ નાગરિકો ને કેશ સીધા તેમના ખાતા માં ટ્રાન્સફર થયા - સ્મૃતિ ઈરાની
કેન્દ્રીય કાપડ મંત્રી, શ્રીમતી સ્મૃતિ ઇરાની એ અમદાવાદ માં પત્રકાર પરિષદ ને સંબોધન કરતાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ ,જન ધન યોજના દ્વારા 50 લાખ થી વધુ નાગરિકો ને બેકિંગ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. વર્લ્ડ બેન્કે કહ્યું કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના દ્વારા ,વીમા નો લાભ 13 કરોડ 25 લાખ લોકો ને પહોંચ્યો છે. જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત ,પાંચ કરોડ 22 લાખ લોકો ને લાભ મળ્યો છે. 20 કરોડ 14 લાખ નાગરિકો ને કેશ સીધા તેમના ખાતા માં ટ્રાન્સફર થયા. આ ઉપરાંત કાપડ મંત્રી એ ટેક્સટાઈલ ક્ષેત્રે આપેલા પેકેજ અંગે વિગતો આપી હતી
કેન્દ્રિય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાની એ નયા ભારત ના નિર્માણ માં ,કિસાનો નું યોગદાન વિશેષ હોવા નું જણાવી , ધરતી માતા ને ,પેટ ભરવા પૂરતું સાધન ન માની , ધરતી માતા ને પોષણ મળે તે માટે જૈવિક ખેતી તરફ આગળ વધવા આહવાહન કર્યું હતું. કૃષિ યુનિવર્સિટી ના સેન્ટ્રલ હોલ ખાતે યોજાયેલા સંવાદ માં ટેક્સટાઈલ મંત્રી એ ,કેટલાંક ખેડૂતો નું, સન્માન કર્યું હતું. 500 જેટલા ખેડૂતો સાથે સંવાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે મોદી સરકારે સોઈલ હેલ્થ કાર્ડની શરૂઆત કરી છે. જૈવિક ખેતી ક્ષેત્રે વિકાસ માટે દેશ માં ,દસ હજાર કલસ્ટર બનાવાયા છે. ખેડૂતો કૃષિ વિકાસ કરે તે માટે રૂપિયા 11 લાખ કરોડ કિસાનો ને ક્રેડિટ સ્વરૂપે આપ્યા છે. એકવા કલ્ચર અને પશુ પાલન સહિત ના ક્ષેત્રે માળખાકીય સવલત માટે રૂપિયા 10 કરોડ પ્રશાંસનિક સેતુ દ્વારા લાભ મળે છે
