જાણો, ગુજરાતના કયા સ્થળોએ પહોંચી વિકસિત ભારત સંકલ્પ યાત્રા
Live TV
-
તાપી- વ્યારા- કરંજવેલ
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કરંજવેલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા આયોજીત જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત જાગૃતતા કાર્યક્રમ યોજાયેલ હતો. કાર્યક્રમમાં ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ તરફથી મદદનીશ નિયામક, જિલ્લા પુરવઠા અધિકારી સહિત વિવિધ મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.નર્મદા-વાવડી
નર્મદાના ગામેગામ વિકસિત ભારત સંકલ્પ-રથયાત્રા ગામેગામ ભ્રમણ કરી રહી છે. જેના ભાગરૂપે વાવડી ગ્રામ પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખ વનીતાબેન વસાવા અધ્યક્ષતા રથ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સંકલ્પ યાત્રાનું મહત્વ સમજાવી સરકારની વિવિધ યોજનાઓનો લાભો લેવા અનુરોધ કર્યો હતો. તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે સરપંચને “અભિલેખા” પ્રમાણપત્ર એનાયત કરાયું હતું. ઉપરાંત કાર્યક્રમમાં જિલ્લા માહિતી વિભાગ દ્વારા સરકારની વિવિધ યોજનાઓની માહિતી માટે લોકડાયરા રજૂ કર્યા હતા.ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી.મોરબી-કેરાળા
મોરબીના કેરાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વિશાળ રથનું આગામન થયુ હતુ. સરકારી યોજનાઓ ઘર આંગણે પહોંચતા ગ્રામજનોએ રથને આવકાર્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત પોષણ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ, આયુષ્માન કાર્ડ, ટીબી નિક્ષય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, માતૃશક્તિ વગેરે યોજનાના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો.સુરત
કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના ગામો સુધી પહોંચાડવા સરકાર પ્રયત્નશીલ છે. જે અંતર્ગત વિકસિત ભારત સંકલ્ય યાત્રા સુરતના કોસાડ પહોંચી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા યોજનાઓની જાણકારી આપતા સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં આધારકાર્ડ, ઉજાલા યોજના, પીએમ સ્વનિધી યોજના, મેડિકલ ચેકઅપ જેવા 17 જેટલા વિભાગોના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન મહાનુભવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી.છોટા ઉદેપુર-ક્વાંટ
વિકસિત ભારત સંકલ્પ યાત્રા છોટા ઉદેપુરના ક્વાંટ ખાતે પહોંચી હતી. ગાંધીનગરથી આવેલા મદદનીશ અધિકારી દ્વારા વન નેશન વન રેશન અંતર્ગત નવી આવેલી મોબાઇલ એપનો ઉપયોગ કરવા અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ઉજ્જવલા યોજના 2.0ના લાભાર્થીઓને ગેસના ચૂલા, નન્હી પરી યોજના હેઠળ માતાઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓએ સરકારી યોજનાથી આવેલા પરિવર્તન વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ, પંચાયત પ્રમુખ સહિત અધિકારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.દાહોદ-ગરબાડા-પાટીયા
વિકસિત ભારતના સંકલ્પની સાથે સરકારની વિવિઘ જન કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત દાહોદ જિલ્લામાં ગરબાડા તાલુકાના પાટીયા ગામ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જે અન્વયે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, પ્રધાનમંત્રી આવાસ યોજના, કાર્યક્રમ સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની સાફલ્ય ગાથા રજૂ કરી હતી. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ભાગરૂપે વિવિધ યોજનાઓ, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના તથા કિશાન ક્રેડિટ સહિતની યોજનાઓની ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકર્ડ કરેલો સંદેશો સાંભળ્યો હતો. ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ પણ સૌએ નિહાળી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં.
આ કાર્યક્રમમાં ગામના સરપંચ, તાલુકા પંચાયત સભ્યો, સમાજના અગ્રણીઓ, આરોગ્ય વિભાગ, આઈસીડીએસ, પશુપાલન, બેંક સહિત વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ તથા તેમજ ગ્રામજનો જોડાયા હતા.