જામનગરમાં અનંત અને રાધિકાના પ્રી-વેડિંગમાં દેશ-વિદેશના સેલિબ્રિટિઝનો જમાવડો
Live TV
-
જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપમાં દેશના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે. અનંત અને રાધિકાની પ્રી- વેડિંગ સેરેમની આજથી જામનગરમાં શરૂ થઈ છે. જેને લઈને જામનગરમાં લગ્નમાં ઉપસ્થિત રહેવા દેશ-વિદેશના મહાનુભાવો, સેલિબ્રિટિઝસ તેમજ બોલિવૂડ-હોલિવૂડના સ્ટાર્સનો જમાવડો જામ્યો છે. ગઈકાલથી હસ્તીઓ જામનગર એરપોર્ટ પર પહોંચી રહ્યા છે.
પ્રસિદ્ધ ફિલ્મ સ્ટાર રાણી મુખર્જી, અર્જુન કપૂર, રણબીર કપૂર, દીપિકા પાદુકોણ અને ઔરી સહીતના કલાકારો પહોંચ્યા હતા. આ સિવાય ફેસબુકના CEO માલિક માર્ક ઝુકરબર્ગ, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહ પરિવાર સાથે જોવા મળ્યા હતા. આ તમામ મહાનુભાવો બે દિવસ માટે જામનગરમાં અંબાણી પરિવારના મહેમાન રહેશે.
આ ઉપરાંત, અંબાણી પરિવારે એરપોર્ટ પરથી મહેમાનોને લેવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. મહેમાનોને હોટેલ સુધી લઈ જવા માટે BMW, રેન્જ રોવર, રોલ્સ રોયસ જેવી ઘણી કાર મોકલવામાં આવી રહી છે. મહેમાનોના વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
તો ગઈકાલે, બોલિવુડ સ્ટાર અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન , સલમાન ખાન, હોલિવૂડ સિંગર રિહાના એડમ બ્લેકસ્ટોન સહિતના સ્ટાર્સ જામનગર પહોંચ્યા છે. જો કે, રિહાનાનું લગેજ ટોક ઑફ ધ ટાઉન બન્યું હતું. રિહાન્ના સાથે,અરિજિત સિંહ, દિલજીત દોસાંઝ, બી પ્રાક પણ ત્રણ દિવસીય પ્રી-વેડિંગ ઈવેન્ટમાં પરફોર્મ કરશે.