Skip to main content
Settings Settings for Dark

જામનગર પોલીસ એલર્ટ સીટીઝન એપ્લિકેશન બનાવવામાં આવી

Live TV

X
  • લોકડાઉન નો સુચારૂરૂપે અમલ કરાવવા માટે જામનગર પોલીસ અધિક્ષક શરદ સિંઘલ અને એ.એસ.પી સફીન હસનના માર્ગદર્શન હેઠળ જામનગર પોલીસ દ્વારા એલર્ટ સીટીઝન એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ એપ્લિકેશન દ્વારા હોમ ક્વોરેંટાઇન કરેલ વ્યક્તિઓ પર ડિજિટલ સર્વેલન્સ રાખવામાં આવશે. હોમ ક્વોરેંટાઇન કરેલ કોઈ વ્યક્તિ પોતાના ઘરની બહાર નીકળે અને ઘરથી દૂર જાય તો તે બાબતનો રિપોર્ટ એપ્લિકેશનમાં જનરેટ થાય છે, જેથી પોલીસ વિભાગને તાત્કાલિક જ તેની માહિતી મળે છે. પોલીસ દ્વારા કોઇપણ સમયે હોમ ક્વોરેંટાઇન વ્યક્તિને ફોન કરી તેઓનો હાલનો ફોટો અપલોડ કરવા માટે પણ જણાવવામાં આવે છે, જો બહાર હોય તો તે પણ ખબર પડી શકે છે. આ ઉપરાંત આ સિસ્ટમમાં અક્ષાંશ-રેખાંશ ચોક્કસ લોકેશન બતાવે છે તેથી તે વ્યક્તિ કોઈ ચોક્કસ જગ્યાએ ગયા હોય તે અંગેનો સમય તથા વિસ્તાર સહિતનો રિપોર્ટ જનરેટ થાય છે. આ સિસ્ટમમાં કોઈ વ્યક્તિ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ નેટ બંધ કરે અથવા લોકેશન બંધ કરે તો પણ તે બાબતનો રિપોર્ટ એપ્લિકેશનમાં દર્શાવવામાં આવે છે અને પોલીસ વિભાગને તાત્કાલિક તેની જાણ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply