જૂનાગઢમાં સોનાની લુંટમાં આરોપીએ કર્યો ખુલાસો
Live TV
-
જ્વેલર્સનો મુખ્ય ડ્રાઇવર ગૌતમ મજેઠીયા જ લુંટનો માસ્ટર માઈન્ડ હતો.
જુનાગઢમાં થયેલ 18 કિલો સોનાની લુંટના મુખ્ય કાવતરાખોરે પોલીસ સામે કબુલાત કરી હતી. CVM જ્વેલર્સનો મુખ્ય ડ્રાઇવર ગૌતમ મજેઠીયા જ આ લુંટનો માસ્ટર માઈન્ડ હતો. ડ્રાઇવર તરીકે નોકરી કરતો ગૌતમ મજેઠીયા અને એજાજ અહેમદે 20 દિવસ પહેલા જ લૂંટનું કાવતરું ઘડ્યું હતું, અને આ લુંટને અંજામ આપવા સ્થાનિક પાંચ કુખ્યાત કહેવાય એવા શખ્સોને સાથે રાખી લૂંટ ચલાવી હતી. ઉલ્લેખનીય છે, કે પોલીસની કડક પૂછપરછમાં જ્વેલર્સને ત્યાં કામ કરતા મિલન ભૂત અને ગૌતમ મજેઠીયા ભાંગી પડ્યા હતાં અને પોતાના ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે એક વાડીમાં સંતાડેલા 18 કિલો સોના સાથે અન્ય એક આરોપીને પણ ઝડપી પાડ્યો છે.