Skip to main content
Settings Settings for Dark

ડાંગ જિલ્લામા પાણીની સમસ્યાના નિરાકરણ અંગે મંત્રીએ યોજી ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠક

Live TV

X
  • ડાંગ જિલ્લામા સાકરપાતળ જુથ યોજનામા ૨૫ ગામો, પોલસમાળ જુથ યોજનામા ૧૮ ગામ, ધાણા જુથ યોજનામા ૧૦ ગામ, ઉમરપાડા જુથ યોજનામા ૧૦ ગામ, જ્યારે જામન્યામાળ જુથ યોજનામા ૭ ગામો સમાવિષ્ટ છે. જેનાથી ડાંગ જિલ્લાના કુલ ૭૦ ગામોની તરસ છિપાવાશે. 

    તાજેતરમા ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ, આહવા સર્કિટ હાઉસ ખાતે જિલ્લાની પાણીની સમસ્યા બાબતે સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજી જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. આ બેઠકમા ડાંગ જિલ્લાની સ્થાનિક ગ્રામ પંચાયતોમા ચાલી રહેલ મીની પાઇપ લાઇન યોજના ઉપરાંત, ગ્રામજનોની પાણીની સમસ્યા અંગેની વ્યવસ્થા તેમજ અન્ય કામગીરી સંદર્ભે ગ્રામ્ય લેવલે, તાલુકા કક્ષાએ, અને જિલ્લા કક્ષાએ સંકલન સમિતિમા, પણ પાણીની સમસ્યા બાબતે સમીક્ષા હાથ ધરવા અંગે મંત્રીએ ચર્ચા કરી હતી. મંત્રીશ્રીએ કુવાઓમા વિજ જોડાણ, વાસ્મો યોજનાની મંજુરી બાદ તેની પ્રગત અંગે સમિક્ષા, સાથે જ નવા ડેમો અને વિયરની કામગીરી, તેમજ જિલ્લામાં ચાલી રહેલ પાણી પુરવઠા જૂથ યોજનાઓનુ કાર્ય વર્ષ ૨૦૨૫ ના મે મહિના સુધી પુર્ણ કરવા, સાથે કાકરાપાર વિયર આધારિત તાપી -ડાંગ બલ્ક પાઇપ લાઈન યોજનાની કામગીરીમા ઇન્ટેક વેલ, રાઇઝિંગ મેઈન, ફિલ્ટર પ્લાન, અને સંપની કામગીરીની જાણકારી મેળવી હતી.

    રાજ્યના દુર્ગમ વિસ્તારો સુધી પાણી પહોંચાડવાની નેમ સાથે આગળ વધી રહેલા રાજ્ય સરકારના પાણી પુરવઠા બોર્ડ દ્વારા, પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને અંતરિયાળ વિસ્તારો સુધી પાણી પહોંચાડી, પ્રજાજનોની વર્ષોની તરસ છિપાવવાનું પુણ્ય કાર્ય હાથ ધરાયુ છે. તારીખ ૨૬ ડિસેમ્બરના રોજ વઘઈ તાલુકાના કાકરદા ગામે જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ, 'સાકરપાતળ જુથ પાણી પુરવઠા' યોજનાની મુલાકાત લીધી હતી. આ જુથ યોજનાઓની નજીકના ૨૫ ગામોની તરસ છિપાવાશે. 'સાકરપાતળ જુથ પાણી પુરવઠા યોજના' મારફતે પાણીની જરૂરિયાત વાળા સૂર્યા બરડા, મોટા બરડા જેવા પહાડી વિસ્તારના ગામો સુધી પાણી પહોંચાડવામાં આવનાર છે. હાલ આ યોજના પ્રાથમિક ધોરણે કાર્યરત કરવામા આવી છે. જેમા રોજેરોજ નવા ગામડાઓનો સમાવિષ્ટ કરી પાણી પહોંચાડવામા આવી રહ્યું છે. મંત્રીએ 'સાકરપાતળ જુથ પાણી પુરવઠા યોજના'ની મુલાકાત દરમિયાન સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ સાથે સિંચાઈ યોજના, પાણી વિતરણની વ્યવસ્થા, ઉનાળા દરમિયાન પાણી વિતરણ વ્યવસ્થા સહીત વિવિધ બાબતો અંગે જાણકારી મેળવી હતી. આ ઉપરાંત કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈએ ડેમના સ્ટ્રક્ચર તથા જળ સ્તરનુ જાત નિરીક્ષણ કર્યું હતુ. સાથે જ રેસ્ટોરેશન અર્થ વર્ક, રેસ્ટોરેશન સ્ટ્રક્ચર વર્ક, ચેકડેમની કામગીરી અંગે નિયત એજન્સીઓના કામના નિરીક્ષણ વ્યવસ્થા વગેરે બાબતે ચર્ચા કરી, સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કરી, માર્ગદર્શન પણ આપ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા સાકરપાતળ જુથ યોજનામા ૨૫ ગામો, પોલસમાળ જુથ યોજનામા ૧૮ ગામ, ધાણા જુથ યોજનામા ૧૦ ગામ, ઉમરપાડા જુથ યોજનામા ૧૦ ગામ, જ્યારે જામન્યામાળ જુથ યોજનામા ૭ ગામો સમાવિષ્ટ છે. જેનાથી ડાંગ જિલ્લાના કુલ ૭૦ ગામોની તરસ છિપાવાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-02-2025 Max Temp : °C Min Temp : °C
apply