ડિજિટલ ઈન્ડિયા અંગે સુરતમાં અવેરનેસ કાર્યક્રમ યોજાયો
Live TV
-
અર્થતંત્રને મજબૂત કરવાની ભારત સરકારની યોજના બાદ સુરતમાં પ્રથમવાર અવેરનેસ કાર્યક્રમનું આયોજન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાના સપનાને સાકાર કરવા સુરતમાં અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભારત સરકારના કમ્યુનિકેશન મંત્રાલય ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ અશોક તિવારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, મોબાઈલ ટાવરના રેડિએશનથી કેન્સર સહિતની ગંભીર બિમારીઓ થાય છે, એ માન્યતા ખોટી છે. ખરેખર તો સુરતમાં મોબાઈલ ટાવરની સંખ્યા બમણી કરવામાં આવશે અને લોકોને ટાવર માટે જાગૃત કરવામાં આવશે.