ડિસેમ્બર મહિનાના અંતમાં ફુલ ગુલાબી ઠંડીનો માહોલ, નર્મદા જિલ્લો પ્રવાસીઓ માટે હોટફેવરીટ
Live TV
-
ડિસેમ્બર મહિનાના અંતમાં અને ફુલ ગુલાબી ઠંડીના માહોલમાં નર્મદા જિલ્લો પ્રવાસીઓ માટે હોટફેવરીટ બન્યો છે. વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના તમામ પ્રોજેક્ટ જોવા માટે આવવી રહ્યા છે. અહીં આવનાર પ્રવાસીઓ 31 ડીસેમ્બરની ઉજવણી પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જ કરવાનું નક્કી કર્યું છે.
