ડ્રગ્સના નશાને નાથવા વડોદરા પોલીસનું સરાહનીય પગલું
Live TV
-
આ ઉપરાંત ડ્રગ્સના રવાડે ચઢેલા યુવાનોને કાઉન્સેલિંગ થકી સાચા માર્ગે લાવવા માટે સાઇક્રિયાટીસ્ટ તબીબ યોગેશ પટેલની પણ સહાય લેવાશે
વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે યુવાનોને નશાખોરીની લતે ચઢાવતા ડ્રગ્સ સપ્લાયર અને તેના મળતીયાઓને ઝડપી પાડવા ટીમ બનાવી કાર્યરત કરી છે. આ ઉપરાંત ડ્રગ્સના રવાડે ચઢેલા યુવાનોને સાચા માર્ગે લાવવા તેમનું કાઉન્સેલિંગ કરવા માટે સાઇક્રિઆટીસ્ટ તબીબ યોગેશ પટેલની સહાય લીધી છે. આ નશાખોરી શોધી કાઢવા માટે ખાસ પ્રકારની કીટ મંગાવવામાં આવી છે. જેની મદદથી નશો કરનારનું યુરીન અને લાળના ટેસ્ટથી તેણે ક્યા પ્રકારના ડ્રગ્સનું સેવન કર્યું છે તે જાણી શકાય છે. આ કીટ મેળવવા માટે પોલીસ વેલફેર ફંડમાંથી બાર લાખ રૂપિયા ફાળવ્યા છે. એસ.ઓ.જી. ટીમની આગેવાનીમાં શહેરના ખાસ પોઇન્ટ ઉપર આ ડિવાઇસ સાથે ટીમ સેમ્પલ લેશે.
