Skip to main content
Settings Settings for Dark

ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસની આક્રમક કાર્યવાહી, પાંચ વર્ષમાં રૂ.13,600 કરોડનો જથ્થો જપ્ત

Live TV

X
  • આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિત્તે ગુજરાત પોલીસે રાજ્યને ડ્રગ-ફ્રી બનાવવા માટે હાથ ધરાયેલી કામગીરીની વિગતો જાહેર કરી છે.

    છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં ડ્રગ્સ સંબંધિત 3,700થી વધુ કેસ નોંધાયા છે અને 5,346 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન રૂ. 13,600 કરોડથી વધુ કિંમતનો 1.36 લાખ કિલોગ્રામથી વધુ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.રાજ્ય સરકારે ડ્રગ્સ માફિયાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. ડ્રગ્સના મોટા કેસો ઉકેલનારા પોલીસ કર્મચારીઓ અને બાતમીદારો માટે ‘ડ્રગ રિવોર્ડ પોલિસી’ તેમજ બહાદુરીપૂર્વક કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓ માટે ‘આઉટ ઓફ ટર્ન પ્રમોશન’ની વ્યવસ્થા કરવામાં આવી છે.ડ્રગ્સના ગુનેગારોના નેટવર્કને ટ્રેક કરવા માટે ગુજરાતે AI આધારિત ‘NARIT’ સોફ્ટવેર વિકસાવ્યું છે. સાથે જ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, સ્થાનિક પોલીસને વધુ સત્તા અને જિલ્લા સ્તરે એન્ટી-નાર્કોટિક્સ સેલની રચના જેવા પગલાં લેવામાં આવ્યા છે.વર્ષ 2020માં રાજ્યમાં 315 નાર્કોટિક્સ કેસ નોંધાયા હતા, જ્યારે ચાલુ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં જ 584 કેસ નોંધાયા છે, જે પોલીસની વધતી સતર્કતા અને અસરકારક કાર્યવાહીની સાબિતી માનવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply