Skip to main content
Settings Settings for Dark

તાપીના સોનગઢના લીંબી ત્રણ રસ્તા નજીક અકસ્માતમાં ત્રણના મોત, એક ઘાયલ

Live TV

X
  •  મળતી માહિતી મુજબ, અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતક યુવકો આજુબાજુ ગામના હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ મામલે આગળ કાર્યવાહી હાથ ધરી છે.

    તાપી જીલ્લાના સોનગઢ તાલુકાના લીંબી ત્રણ રસ્તા નજીક અકસ્માત સર્જાયો હતો. બે બાઈક સામ સામે અથડાયા હતા અને અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવકોના મોત થયા હતા. એક યુવકની હાલત ગંભીર હોવાથી હાલ યુવક સારવાર હેઠળ દાખલ છે. મૃતક યુવકો આજુબાજુ ગામના હોવાનું જાણવા મળ્યું હતું. વિનેશ વસાવા,સુરેશ વસાવા અને આનંદ વસાવા નામના યુવકના મોત નીપજ્યા હતા. ઉકાઈ પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી હાથ ધરી હતી.

    અગાઉ પણ બનેલી અકસ્માતની ઘટના 

    બે દિવસ પહેલા તાપી જીલ્લાના ડોલવણ તાલુકાના ન્હાણી ફળીયા નજીક HP પેટ્રોલપંપ પાસે આવેલા નેશનલ હાઈવે નંબર 56 ઉપર બપોરના સમયે અકસ્માત સર્જાતા એક મહિલાનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે તેનો પતિ ગંભીર રીતે ઘાયલ થયો છે. બંને બાઈક પર પેટ્રોલ ભરાવીને ઘરે જઇ રહ્યા હતા. તે સમયે એક અન્ય બાઈકના અજાણ્યા ચાલકે અચાનક પૂરઝડપે અને ગફલતભરી રીતે પોતાની બાઈક હંકારી લાવતાં પાછળથી તેમની બાઈકને ટક્કર મારી હતી. આ અથડામણમાં મહિલાને માથા સહિત શરીરના અનેક ભાગે ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે વ્યક્તિને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત કરનાર ચાલક પણ ઇજા ગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે ડોલવણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply