તાપી: લાખો રૂપિયાના નશીલા ગાંજાની ઝડપ
Live TV
-
ખાનગી બસમાં વહન થઇ રહ્યો હતો
તાપી જિલ્લાના ઉચ્છલ થી પસાર થતા નેશનલ હાઇવે પરથી, ગેરકાયદેસર રીતે ખાનગી બસમાં વહન થતો લાખો રૂપિયાનો નશીલો ગાંજો પોલીસે ઝડપી, બે પરપ્રાંતીય ઇસમોની અટકાયત કરી છે.
પોલીસને ખાનગી બસમાં બે શંકાશીલ વ્યક્તિઓ દેખાતા, તેમની પાસે રહેલ બેગોની તપાસ કરતા બે લાખ થી વધુનો ગાંજો મળી આવ્યો હતો. આ ઇસમો મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના હોવાનું બહાર આવ્યું છે. કોર્ટે તેમના 14 દિવસના રિમાન્ડ મંજુર કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
