તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતો 29 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે
Live TV
-
ભારત સરકાર દ્વારા રવિ 2023-24 તુવેર, ચણા અને રાયડા માટે અનુક્રમે તુવેર માટે રૂ.7000, ચણા માટે રૂ.5440 અને રાયડા માટે રૂ.5650 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. રવિ 2023-24માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટેકાના ભાવે ચણા ટેકાના ભાવે ખરીદી પ્રકિયા માટે 5 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી દરમ્યાન ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે ખેડૂતોની નોંધણી નાફેડના ઇ- સમૃધ્ધિ પોર્ટલ પર કરવાની રહેશે.
ઓનલાઈન નોધણી થયેલ ખેડુતોની જ ખરીદી કરવામાં આવશે. ગ્રામ્ય કક્ષાએ વિલેઝ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (VCE) મારફત નોંધણી કરવામાં આવી રહેલ છે. જો કોઇ ઇ-ગ્રામ સેન્ટર બંધ હોય તો નજીકના ગામના ઈ-ગ્રામ સેન્ટર ખાતેથી નોંધણી થઇ શકશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત રહેશે. જે વિનામૂલ્યે કરવામાં આવનાર છે.
ખેડૂતે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે ડોક્યુમેંટ આધાર કાર્ડ (ફરજીયાત), 7/12,8-અ નકલ, ફોર્મ નંબર-12 માં વાવેતરની નોંધ ના હોઈ તો ચણા પાક જે તે સર્વે નંબરમાં વાવેતર કર્યાનો તલાટીનો દાખલો, બેંક પાસબુક અને IFSC કોડ અથવા કેન્સલ ચેક આપવાના રહેશે તેમજ આધાર કાર્ડ રજીસ્ટ્રેશન માટે ફરજીયાત છે.
