Skip to main content
Settings Settings for Dark

થાનગઢ ખાતે રૂ. 69 કરોડના ખર્ચે તૈયાર થનારી ભુગર્ભ ગટર લાઇન ફેઇઝ-2નું ખાતમુહૂર્ત કરતા જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા

Live TV

X
  • આજે ગામેગામમાં તમામ આધુનિક સુવિધાઓ પહોંચી છે, સરકાર એ સુનિશ્ચિત કરી રહી છે કે કોઈપણ ગામ વિકાસથી વંચિત ન રહે

    સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી અને રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી  દર્શના વાઘેલાના વરદહસ્તે થાનગઢ ખાતે રૂપિયા 69 કરોડના ખર્ચે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભુગર્ભ ગટર ફેઇઝ-2 યોજનાનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

    થાનગઢ ખાતે યોજાયેલા ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી દર્શના વાઘેલાએ નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા સુવ્યવસ્થિત વિકાસકાર્યોની સરાહના કરી હતી. આ પ્રસંગે પ્રોજેક્ટની માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, થાનગઢમાં કુલ રૂ. 69 કરોડના ખર્ચે 60 કિલોમીટરના વિસ્તારમાં નવી ભુગર્ભ ગટર લાઇન નાખવામાં આવશે. આ અંડરગ્રાઉન્ડ ગટર લાઇન કાર્યરત થવાથી ભવિષ્યમાં ડ્રેનેજ લાઇન દેખાશે નહીં અને સ્વચ્છતામાં પણ નોંધપાત્ર વધારો થશે, સાથોસાથ આરસીસી રોડના નિર્માણ થકી નગરનું માળખું વધુ સુદૃઢ બનશે.

    વિકાસની ગતિ અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર  પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર એ સુનિશ્ચિત કરી રહી છે કે કોઈપણ ગામ વિકાસથી વંચિત ન રહે. આજે રાજ્યના ગામેગામમાં તમામ આધુનિક સુવિધાઓ પહોંચી છે, જેના પરિણામે ગામડાઓ પણ શહેરો જેવી જ સગવડોથી સુસજ્જ બન્યા છે. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોમાં 24 કલાક વીજળી મળતી થતાં કૃષિ ક્ષેત્રે અને સામાન્ય ગ્રામ્ય જીવનધોરણમાં મોટું ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે.

    નગરપાલિકાઓની આર્થિક સદ્ધરતાનો ઉલ્લેખ કરતા મંત્રીએ ઉમેર્યું હતું કે, વર્ષ 2005માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી શરૂ કરાયેલી યોજનાઓને લીધે આજે નગરપાલિકાઓને વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સીધી સરકારમાંથી ફાળવવામાં આવે છે. થાનગઢ માટે મંજૂર થયેલી આ રૂ. 69 કરોડની ગ્રાન્ટ 'મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના' અંતર્ગત પાસ કરવામાં આવી છે, જેથી સ્થાનિક તંત્ર પર કોઈ આર્થિક ભારણ નહીં આવે. અંતમાં, નગરપાલિકા વિભાગનો હવાલો સંભાળતા મંત્રીએ સ્થાનિક પદાધિકારીઓને ખાતરી આપી હતી કે થાનગઢના વિકાસકાર્યોમાં ભવિષ્યમાં પણ કોઈપણ અડચણ આવશે તો તેઓ સત્વરે તેનો ઉકેલ લાવી આપશે.

    નગરપાલિકા પ્રમુખ  પ્રદ્યુમનસિંહ રાણાએ શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ થાનગઢને વધુ સ્વચ્છ, વિકસિત અને સુવિધાજનક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ભૂગર્ભ ગટર વ્યવસ્થા ભલે બહારથી દેખાતી ન હોય, પરંતુ ગંદા પાણીના યોગ્ય નિકાલ થકી લોકોના આરોગ્ય અને શહેરની સ્વચ્છતા જાળવવામાં તેનું ખૂબ મોટું યોગદાન રહેશે.

    અગ્રણી પ્રતાપ ખાચર દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રીનું ઝાલાવાડની આગવી ઓળખ એવી ભરતકામની કોટી, છત્રી, સાલ અને પુષ્પગુચ્છથી અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
apply