દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હાલ 49% પાણીનો જથ્થો ઉપલબ્ધ
Live TV
-
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હાલ 49% પાણીનો જથ્થો ઉપલબ્ધ
રાજ્યમાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. તો બીજી તરફ અન્ય જિલ્લાઓમાં પાણીની સમસ્યાઓ ઉભી થવા પામી છે. દક્ષિણ ગુજરાતથી મોટા રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હાલ પણ 49% જેટલો લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જે આવનારા એક વર્ષ સુધી આ વિસ્તારની પીવાના પાણીની જરૂરિયાત સંતોષવા પૂરતો છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતના પીવાના પાણી સહિત ખેતી તેમજ ઉદ્યોગોને પાણી પૂરું પાડતા મુખ્ય સ્ત્રોત સમાન ઉકાઈ ડેમમાં ઉનાળા દરમ્યાન પણ 49 ટકા જેટલો પાણીનો લાઈવ સ્ટોરેજ ઉપલબ્ધ છે. હાલ ડેમની સપાટી 322 ફૂટ પર છે. જે આવનારા ચોમાસાની શરૂઆત થાય ત્યાં સુધી પર્યાપ્ત જઠ્ઠો પીવાના પાણી સહિત ખેતી અને ઉદ્યોગો માટે ઉપલબ્ધ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.