દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ચીકુના પાકમાં નુકશાન
Live TV
-
દેશમાં ગુજરાત , મહારાષ્ટ્ર , કર્ણાટક , આંધ્રપ્રદેશ , પક્ષીમ બંગાળ , અને તામિલનાડુ , આમ છ રાજ્યોમાં ચીકુનું ઉત્પાદન થાય છે. જેમાં ઉત્તમ ગુણવત્તા ધરાવતા દક્ષિણ ગુજરાતના ચીકુની મીઠાસ , દેશભરમાં વખણાય છે. જો કે આ વર્ષે , અતિવૃષ્ટિ અને માવઠાના કારણે , ચીકુની મીઠાશને ઘણી અસર થઈ છે. ત્રણ દિવસથી ભેજવાળા વાતાવરણના કારણે , ચીકુના ઉત્પાદનમાં 25%ના ઘટાડા સાથે , ચીકુના સ્વાદ પર માઠી અસર થવાની સંભાવના છે. જેના કારણે ખેડૂતોને નુકશાન વેઠવવાનો વારો આવ્યો છે. ચીકુના આકાર નાના થતા , અને મીઠાશને અસર થતા , ખેડૂતોને મળતા પોષણક્ષમ ભાવમાં પણ અસર થશે. દક્ષિણ ગુજરાતના ચીકુનું માર્કેટ , સમગ્ર દેશ સાથે જોડાયેલું છે. રાજ્યના સૌરાષ્ટ્રમાં , અંદાજીત 45 હજાર મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. જે માત્ર લોકલ માર્કેટમાં સપ્લાય થાય છે. પરંતુ આ વખતે ચીકુના પાકને અસર થતાં , ઓછી ગુણવત્તા વાળા ચીકુ , પોષણક્ષમ ભાવ નહી રળી આપી શકે , તેવી ભીતી સેવાઇ રહી છે.
