Skip to main content
Settings Settings for Dark

દસક્રોઈમાં આદું-હળદરના વાવેતરને વેગ

Live TV

X
  • બાગાયત ખાતાની કંદમૂળ પ્રોત્સાહન યોજનાને પગલે દસક્રોઈ તાલુકામાં આદું અને હળદરના વાવેતર તરફ ખેડૂતોનો રસ વધ્યો છે.

    અગાઉ નહિવત્ વાવેતર ધરાવતા વિસ્તારમાં હાલમાં આશરે 10થી 15 હેક્ટરમાં આદું અને હળદરનું વાવેતર થયું છે.વર્ષ 2026-27થી અમલમાં આવેલી આ યોજનાનો હેતુ ખેડૂતોને વૈજ્ઞાનિક અને વ્યવસાયિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવાનો તથા ઉત્પાદન અને આવકમાં વધારો કરવાનો છે. યોજના હેઠળ સામાન્ય મોટા ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ. 50 હજાર, સામાન્ય નાના અને સીમાંત ખેડૂતોને રૂ. 65 હજાર તથા અનુસૂચિત જાતિના ખેડૂતોને રૂ. 75 હજાર સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે.

    ખેડૂતોના જણાવ્યા મુજબ, આર્થિક સહાયથી વાવેતર ખર્ચમાં રાહત મળી રહી છે. હળદરનું યોગ્ય પ્રોસેસિંગ કરી બજારમાં વેચાણ કરવામાં આવે તો ખેડૂતોને વધુ સારો ભાવ મળી શકે છે. બાગાયત ખાતા દ્વારા ખેડૂતોને યોજનાનો લાભ લેવા અને આદું-હળદરની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા અપીલ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
apply