દિપડાના હુમલાના કિસ્સામાં વધારો, ભરૂચના ભરણ ગામે વન વિભાગે પાંજરા મૂક્યા
Live TV
-
માંડવી ખાતે મૃતકના પરિવારજનોને સરકાર તરફથી અપાતી 4 લાખની સહાય આપવામાં આવી હતી.
લોકો પર દિપડાના હુમલાના કિસ્સા વધી ગયા છે ત્યારે ગુજરાતના કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દીપડાઓની સંખ્યા સિંહ કરતા પણ વધારે છે. આ સીઝનમાં શેરડી કાપવા આવતા મજૂરો, ઇંટના ભઠ્ઠામાં કામ કરતા મજૂરો અને સુગર ફેક્ટરીના કોન્ટ્રાકટર દ્વારા લાવવામાં આવતા મજૂરોને ખેતરમાં જ રાખવામાં આવતા હુમલાની ઘટનાઓ બની રહી છે. જેથી તેમણે આ મજૂરોને સુરક્ષિત સ્થાને રાખવા કહ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બરે માંડવીમાં 7 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. જેને યોગ્ય સારવાર મળતા તે બચી ગયો હતો. ત્યાર બાદ 2 જાન્યુઆરીએ માંડવીમાં શિવા ભાઈ નામક ઈસમ પર દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં તેનું મૃત્યુ થયું હતું અને શનિવારે ભરૂચમાં પણ દીપડાએ હુમલો કરતા કિશન નામક એક યુવકનું મોત નીપજ્યું હતું. માંડવી ખાતે મૃતકના પરિવારજનોને સરકાર તરફથી અપાતી 4 લાખની સહાય આપવામાં આવી હતી.
