દિવ્યાંગજન શશક્તિકરણ વિભાગ દ્ધારા રિવરફ્રન્ટ ખાતે દિવ્યાંગ કળા મેળાનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
દિવ્યાગ મેળાનું ઉદ્ઘાટન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્ધારા કરવામાં આવ્યું હતું.આ મેળામાં 100 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે દિવ્યાંગજન શશક્તિકરણ વિભાગ દ્ધારા દિવ્યાંગ કળા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો દસ દિવસનું સુધી યોજાવાનો છે. અને આ મેળાનું ઉદ્ઘાટન ગુજરાતનાં રાજ્યપાલ દ્ધારા કરવામાં આવ્યું હતું. અને આ મેળામાં 100 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગો તૈયાર કરવામાં આવેલ વિવિધ ચીજ વસ્તુઓ વહેચવામાં આવી રહી છે. અને સરકાર દ્ધારા દિવ્યાંગ વ્યક્તિઓને રહેવા, જમવા અને દરરોજ 1 હજાર રૂપિયાની મદદ કરી રહ્યું છે. દિવ્યાંગજન શશક્તિકરણ વિભાગનો મુખ્ય હેતુ એ છે. કે, દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક રીતે સદ્ધર કરવાનો છે. રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકો ખરીદવા કરવા માટે આવી રહ્યા છે. અને રિવરફ્રન્ટ ખાતે લોકોને ખરીદી કરવા માટે દિવ્યાંગજન શશક્તિકરણ વિભાગ દ્ધારા અપીલ કરવામાં આવી છે.
