Skip to main content
Settings Settings for Dark

દૂરદર્શનના રિયાલિટી શો ભારત કા અમૃત કળશમાં વડોદરાની દીકરી કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ

Live TV

X
  • દૂરદર્શનના રિયાલિટી શો ભારત કા અમૃત કળશમાં વડોદરાની દીકરી હેલી ભટ્ટ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. દૂરદર્શન દ્વારા ભારત કા અમૃત કળશ નામના રિયાલિટી શોની શરૂઆત કરવામાં આવી છે જે સુપ્રસિદ્ધ ગાયક કૈલાશ ખેરના સાનિધ્યમાં યોજાશે .

    સામાન્ય રીતે સિંગિંગ શોમાં અર્વાચીન અને પ્રાચીન ગાયકી પરંપરા ઉપર શો થતાં હોય છે પરંતુ આ કાર્યક્રમની વિશેષતા એ છે કે આ ફક્ત ફોલ્ક સોંગ એટલે કે ભાતીગળ ગીતો ઉપર આયોજિત સિંગિંગ રિયાલિટી શો છે આ શો માટે સમગ્ર ભારતમાંથી વિવિધ રાજ્યો માંથી નવ યુવાનો માટે ઓડિશન્સ કરવા માં આવ્યા હતા જેમાં વડોદરા ની એમ એસ યુના જર્નાલિસમ ફેકલ્ટીમાં ભણેલી દીકરી હેલી ભટ્ટની ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. આ કાર્યક્રમમાં 28 રાજ્યો માંથી પ્રતિનિધત્વ થવા જઇ રહ્યું છે અને નેશનલ લેવલે 80 જેટલા ગાયકોની પસંદગી થવા પામી હતી તેમાંથી અંતિમ 12 ફિનલિસ્ટ સુધી પહોંચવામાં હેલી ભટ્ટને સફળતા મળી છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારનો કાર્યક્રમ ટીવી ચેનલના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાઇ રહ્યો છે કે જેમાં ફક્ત જેતે રાજ્યની સંસ્કૃતિ પ્રમાણે ભાતીગળ ગીતોની હરીફાઈ યોજાઇ રહી હોય અને તે પણ યુવાનો વચ્ચે જે ખુબજ ઉત્સાહ વધારનારું છે આ કાર્યક્રમ ડી ડી નેશનલ ઉપર 24-02-2024 દર શનિવાર અને રવિવારે સાંજે 7 કલાકે પ્રસારિત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 31-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2025 Max Temp : °C Min Temp : °C
apply