Skip to main content
Settings Settings for Dark

દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન બાળકોની કિલકારીથી ગુંજી ઉઠ્યું

Live TV

X
  • સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના નાનાં બાળકોની ચિંતા વિના નિષ્ઠાપૂર્વક કામગીરી કરી શકે તેવા હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન, જામખંભાળિયાના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે નવનિર્મિત કલરવ' (ઘોડિયા ઘર)નો જિલ્લા કલેકટર રાજેશ તન્ના દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.

    જિલ્લા કલેકટર રાજેશ તન્નાની પ્રેરણાથી અને નાયબ કલેકટર શ્રી રિદ્ધિ રાજ્યગુરુના પ્રયાસોને પરિણામે શરૂ કરાયેલા 'કલરવ' ઘોડિયા ઘરનો મુખ્ય હેતુ સરકારી કર્મયોગીઓને પરિવારમૈત્રી અને અનુકૂળ કાર્યપરિવેશ ઉપલબ્ધ કરાવવાનો છે. ઘોડિયા ઘરના પ્રારંભ સાથે જિલ્લા સેવા સદનનું પરિસર બાળકોના કલરવથી ગુંજી ઉઠ્યું હતું.ઘોડિયા ઘરને બાળકો માટે સુરક્ષિત, સ્વચ્છ અને આનંદમય બનાવવા રંગબેરંગી ચિત્રો, ઘોડિયાં, વિવિધ રમકડાં તથા બાળમિત્ર સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. અહીં બાળકોની સાર-સંભાળ માટે વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

    આ પહેલ સરકારના સંવેદનશીલ અને માનવીય અભિગમને પ્રતિબિંબિત કરે છે. સાથે જ સરકારી કર્મયોગીઓ, ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે કાર્ય અને પરિવાર વચ્ચે સંતુલન જાળવવામાં સહાયક બનશે.આ પ્રસંગે પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, ઈનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. જોશી, નાયબ કલેકટર રિદ્ધિ રાજ્યગુરુ, કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)  કેતન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી ચંદ્રેશકુમાર ભાંભી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-08-2026 Max Temp : °C Min Temp : °C
apply