Skip to main content
Settings Settings for Dark

દેશનું અગ્રણી શિપ બિલ્ડિંગ હબ બનવા તરફ ગુજરાતની મોટી છલાંગ

Live TV

X
  • મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે દેશના શિપ બિલ્ડિંગ સેક્ટરને નવી દિશા આપનારી મહત્વાકાંક્ષી ‘ગુજરાત બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026’ ગાંધીનગર ખાતે લોન્ચ કરી હતી.

    દેશમાં સૌથી વધુ 2340 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ, અદ્યતન ટેકનોલોજી, સસ્ટેબલ ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી પોલીસીઝના આધારે ગુજરાતને દેશના અગ્રણી શિપ બિલ્ડીંગ અને રિપેર સેન્ટર તરીકે આ પોલિસી  પ્રસ્થાપિત કરશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ આત્મનિર્ભર ભારતના વિઝનને ગુજરાત આ મહત્વાકાંક્ષી પોલિસીથી સાકાર કરશે. એટલું જ નહીં, આ પોલિસી ભારત સરકારની શિપ બિલ્ડિંગ ફાઇનાન્સિયલ એસસીસ્ટન્ટ સ્કીમ-2025 SBFAS અને મેરીટાઇમ વિઝન 2047 તેમજ આત્મનિર્ભર ભારતના વ્યાપક લક્ષ્ય સાથે સુસંગત છે. આ નીતિ ગુજરાત રાજ્યમાં શિપબિલ્ડિંગ ઉત્પાદન ક્ષમતા 50 લાખ ડેડ વેઇટ ટનેજ (DWT)થી વધુ સુધી વધારવા, બે ઇન્ટિગ્રેટેડ મેગા શિપબિલ્ડિંગ પાર્ક્સની સ્થાપના તેમજ 5 લાખથી વધુ વ્યક્તિઓને કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન માટે તાલીમ આપવાની દિશામાં પ્રેરક બળ બનશે.

    મુખ્યમંત્રી દ્વારા રાજ્યનું વિકસિત બંદર માળખું, મજબૂત ઔદ્યોગિક પરિસ્થિતિ અને સમૃદ્ધ દરિયાઈ વારસાના મુખ્ય આધારસ્તંભો પર આધારિત લોન્ચ કરવામા આ પોલિસીથી આત્મનિર્ભર ભારતના પ્રધાનમંત્રીના વિઝનમાં વિકસિત ગુજરાત-2047થી સક્રિય સહભાગી થઈને ગુજરાત વૈશ્વિક સ્તરે એક સ્પર્ધાત્મક શિપ બિલ્ડીંગ ઈકોસિસ્ટમનું નિર્માણ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-08-2026 Max Temp : °C Min Temp : °C
apply