દેશભરમાં હોળીના પર્વની ઉજવણી, મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છા
Live TV
-
હોળીનું પર્વ રંગોના પર્વ, હોળીને દેશભરમાં શ્રધ્ધા અને આસ્થાથી ઉજવવામાં આવે છે.
દેશભરમાં આજે ઉજવાઇ રહ્યું છે. હોળીનું પર્વ રંગોના પર્વ, હોળીને દેશભરમાં શ્રધ્ધા અને આસ્થાથી ઉજવવામાં આવે છે. આજે ફાગણ સુદ પૂનમના દિવસે આખા દિવસના ઉપવાસ બાદ સાંજે હોલીકા દહનનો કાર્યક્રમ ઉજવવામાં આવશે જેની તૈયારીના ભાગ રૂપે યુવાનો સહિતના સૌ ભેગા મળી તૈયારી કરી રહ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હોળીની શુભેચ્ચાઓ પાઠવી છે. તેમણે પ્રજાજોગ સંદેશામાં રંગોનું પર્વ આપસી પ્રેમ અને સામાજિક સમરસતા ઉજાગર કરતું ઉમંગ પર્વ બની રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. હોળી પર્વ માટે રાજ્યભરમાંથી પદયાત્રીઓ ડાકોર પહોંચી રહ્યા છે. વહેલી સવારે શ્રધ્ધાળુઓએ મંગળા આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
રંગોમાં રંગાઇ જવાનું પર્વ એટલે હોળી. દેશભરમાં વિવિધ રીતે હોળીનો તહેવાર ઉજવાય છે. કેસુડાતી શરૂ થયેલી હોળી અબીલ-ગુલાલ અને હવે કેમિકલ રંગોથી રમાતી હોળીમાં રંગારંગના તહેવારનું મહાત્મ્ય ઘટતું જાય છે. ત્યારે રાજસ્થાનના લોકો પરંપરાગત રીતે રંગોત્સવના પર્વને ફંગોત્સવ તરીકે ઉજવે છે. સુરત સ્થિત અનેક રાજસ્થાની પરિવારો જે કાપડના વ્યાપાર સાથે સંકળાયેલા છે તે તમામ નાગરિકોએ ભેગા મળી હોળી સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું. પાણી કે ગુલાલ કે કેમિકલ વિના માત્ર અને માત્ર કુદરતી ફૂલો એકબીજા પર ઉછાળી હોળીની ઉજવણી કરી હતી. સંસ્કૃતિના મૂળભૂત સિધ્ધાંતો તરફ ફરવાની સાથે પાણી બચાવોનો અનેરો સંદેશો વેપારી પરિવારોએ આપ્યો હતો.