દ્રારકા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી
Live TV
-
દ્વારકા નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત જનરલ બોર્ડની બેઠક યોજવામાં આવી.
દ્વારકા નગરપાલિકાની નવ-નિયુક્ત ભાજપ શાસિત બોડીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી થયા પછી નવા સભ્યોની સૌ પ્રથમ જનરલ બોર્ડની બેઠક દ્વારકાધીશના સાનિધ્યમાં યોજવામાં આવી હતી. આ જનરલ બોર્ડની સભામાં શારદાપીઠના દંડીસ્વામી સહિત દ્વારકાના વિવિધ ધાર્મિક સંસ્થાઓના, સંતો-મહંતો અને ધારાસભ્ય પબુભા માણેક હાજર રહ્યા હતા. દ્વારકા નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત જનરલ બોર્ડની બેઠક યોજવામાં આવી હતી. જનરલ બોર્ડમાં આગામી સત્ર માટે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પદે પ્રદ્યુમન સિંહ જાડેજાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સમિતિના અન્ય સભ્યોની પણ વિવિધ ખાતાઓમાં નિમણુંક કરાઇ હતી. નવી કારોબારી સમિતિની પણ રચના કરવામાં આવી હતી. જેમાં ચેરમેન પદે લીરીબેન ગોપાલભાઇ કણ-જારીયાની સર્વાનુમતે વરણી કરાઇ હતી.