Skip to main content
Settings Settings for Dark

દ્વારકાનો દરિયો તોફાની બન્યો, દરિયા કિનારે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા

Live TV

X
  • દ્વારકાના દરિયામાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો છે, દરિયા કિનારે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે, ભડકેશ્વર મહાદેવ મંદિરના પાછળના ભાગે મોજા ઉછળ્યા છે, તો દરિયામાં ભારે કરંટને પગલે સિક્યુરિટી તૈનાત કરાઈ છે, તો અમુક સહેલાણીઓ જીવના જોખમે દરિયા કિનારે સેલ્ફી લેતા પણ નજરે ચડયા છે. 

    દરિયામાં ઉછળતા મોજા શાથે સેલ્ફી તેમજ વીડિયો રિલ્સ બનાવી આનંદ માણી રહ્યા છે

    યાત્રાધામ દ્વારકામાં આવેલ અરબી સમુદ્રમાં પવન સાથે ભારે કરંટ જોવા મળ્યો છે, દ્વારકામાં આવેલ ભડકેશ્વર મહાદેવ મંદીર દરીયા કિનારે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, ભડકેશ્વર મહાદેવ મંદિર પાછળ દરિયાના ઉછળતા મોજા જોવા મોટી સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટયા છે, અરબી સમુદ્રમાં ભારે ઉંચા મોજાં ઉછળતા હોય ત્યારે સહેલાણીઓ જમાવડો જામ્યો છે, સહેલાણીઓ ગળતેશ્વર મહાદેવ મંદિર પાછળ દરિયામાં ઉછળતા મોજા શાથે સેલ્ફી તેમજ વીડિયો રિલ્સ બનાવી આનંદ માણી રહ્યા છે.

    દ્વારકામાં અરબી સમુદ્ર હિલોળે ચડ્યો છે

    દ્વારકાનો અરબી સમુદ્ર ગાંડોતુર બની ગયો છે અને અતિ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દ્વારકાનાં અરબી સમુદ્રમાં ભારેથી અતિભારે તેજ ગતિએ પવન ફૂંકાતા દરીયા કિનારે 10 થી 15 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.માછીમારોને દરિયો ના ખેડવા માટે હવામાન વિભાગે તેમજ સ્થાનિક તંત્રએ સૂચના આપી છે.કૃષ્ણનગરી દ્વારકાનાં અરબી સમુદ્રમાં ભારે કરંટ હોવાથી દરીયો મન મુકી હિલોળે ચડ્યો છે.

    ભારે પવન સાથે મોજા ઉછળ્યા

    હવામાન ખાતાની આગાહીની અસર દેવભૂમિ દ્વારકાના દરિયામાં આજે જોવા મળી રહી છે. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. સવાર પડતા જ દરિયો જોરદાર તોફાની બન્યો છે. ગાયત્રી મંદિર લાઈટ હાઉસ તથા સમુદ્ર નારાયણ મંદિરના કાંઠા પર ભારે પવન સાથે મોજા ઉછળતા જોવા મળ્યા હતા. આશરે 10થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળતા ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે, હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી છે. ત્યારે દરિયા દેવના રૌદ્ર સ્વરૂપનો નજારો કેમેરામાં કેદ થયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply