ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું જાહેર થયું 60.64 ટકા પરિણામ, સુરત જિલ્લાનું સૌથી વધુ 74.66 ટકા
Live TV
-
ગત વર્ષની સરખામણીએ 5 ટકા ઓછું આવ્યું પરિણામ, દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 47.47 ટકા પરિણામ
ધોરણ 10નું 60.64 ટકા પરિણામ
વધુ પરિણામ ધરાવતુ કેન્દ્ર સપ્રેડા 94.78%
ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર રૂવાબારી 14.09%
વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત 74.66%
ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ 47.47%ધોરણ-10 ગ્રેડવાઈઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ
A1 ગ્રેડ - 1671 વિદ્યાર્થીઓ
A2 ગ્રેડ - 23754 વિદ્યાર્થીઓ
B1 ગ્રેડ - 58128 વિદ્યાર્થીઓ
B2 ગ્રેડ - 105971 વિદ્યાર્થીઓ
C1 ગ્રેડ - 159108 વિદ્યાર્થીઓ
C2 ગ્રેડ - 118230 વિદ્યાર્થીઓ
D ગ્રેડ - 13977 વિદ્યાર્થીઓગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2020 માં લેવાયેલી ધોરણ-10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરાયું છે. જેમાં સમગ્ર રાજ્યનું પરિણામ 60.64 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષની તુલનામાં આ વર્ષનું પરિણામ 6.33 ટકા ઓછું પરિણામ આવ્યું છે. રાજ્યના 931 કેન્દ્રોમાંથી બનાસકાંઠા જિલ્લાનું સપ્રેડા કેન્દ્રનું પરિણામ 94.78 ટકા આવ્યું છે જ્યારે દાહોદ જિલ્લાના રૂવાબારી કેન્દ્રનું 14.09 ટકા સાથે રાજ્યનું સૌથી નીચું પરિણામ રહ્યું છે. જ્યારે જિલ્લાવાર સૌથી વધુ પરિણામ 74.66 ટકા સાથે સુરત મોખરે રહ્યું છે. જ્યારે સૌથી ઓછું જિલ્લાવાર પરિણામ દાહોદ જિલ્લાનું 47.47 ટકા આવ્યું છે.
