ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર
Live TV
-
ગત વર્ષના પરિણામની સાથે ઘટાડો આવતા 55.55 ટકા પરિણામ.
માર્ચ 2018માં ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષા ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવી હતી. 505 કેન્દ્રો અને પેટાકેન્દ્રો પર લેવાયેલી પરીક્ષામાં 467100 (પૃથ્થક મળી 474507)પરીક્ષાર્થી નોંધાયા હતા. જેમાંથી 255414 (પૃથ્થક મળીને 260263)પરીક્ષાર્થીઓ પાસ થયાં હતા. કુલ મળીને રાજ્યનું પરિણામ 55.55 ટકા આવ્યું છે. ડાંગ જિલ્લાનું પરિણામ સૌથી ઊંચુ 77.32 ટકા આવ્યું છે, જ્યારે સૌથી નીચું પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનું આવ્યું છે.
ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ ગુરુવારે સવારે જાહેર કરવામાં આવ્યું હતું. શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ આજે પણ નિયત સમય પહેલા મૂકી દેવામાં આવ્યું હતું. પરિણામ સવારે 8 વાગ્યે જાહેર થવાનું હતું.
માર્ચ-2018માં લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમ સહિતની પરીક્ષાઓના રેગ્યુલર અને રીપિટર સહિત કુલ 4.74 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષાઓનું પરિણામ ગુરુવારે જાહેર થયું હતું. આ ઉપરાંત એચએસસી વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર સિસ્ટમ મુજબની એપ્રિલ-2018માં લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ પણ આ સાથે જ જાહેર કરવામાં આવ્યું છે.
