ધો. 10-12 બોર્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર: 26 ફેબ્રુઆરીથી પરીક્ષાનો પ્રારંભ
Live TV
-
સતત બીજા વર્ષે આ પરીક્ષાઓ વહેલી એટલે કે ફેબ્રુઆરીમાં શરૂ થઈ રહી છે. વિદ્યાર્થીઓને દરેક પ્રશ્નપત્રમાં જવાબ લખવા માટેના નિયત સમય ઉપરાંત 15 મિનિટનો વધારાનો સમય અપાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે (GSEB) ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ પરીક્ષાઓ 26 ફેબ્રુઆરી, 2026થી શરૂ થશે.
પરીક્ષાની તારીખો:
ધોરણ-10: 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ.
ધોરણ-12 સાયન્સ: 26 ફેબ્રુઆરીથી 13 માર્ચ (પ્રારંભ ફિઝિક્સ પેપરથી)
ધોરણ-12 સામાન્ય પ્રવાહ: 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ (પ્રારંભ ઇકોનોમિક્સ પેપરથી)
વિદ્યાર્થીઓ 7 નવેમ્બર, 2025ના રોજ બપોરે 12:00 વાગ્યાથી 6 ડિસેમ્બર, 2025ના રોજ રાત્રે 12:00 વાગ્યા સુધી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર રેગ્યુલર ફી સાથે ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરી શકશે. વિદ્યાર્થીઓને દરેક પ્રશ્નપત્રમાં જવાબ લખવા માટેના નિયત સમય ઉપરાંત 15 મિનિટનો વધારાનો સમય (5 મિનિટ ઉત્તરવહીની વિગતો માટે અને 10 મિનિટ પ્રશ્નપત્ર વાંચવા માટે) ફાળવવામાં આવશે. સતત બીજા વર્ષે આ પરીક્ષાઓ વહેલી એટલે કે ફેબ્રુઆરીમાં શરૂ થઈ રહી છે.
ધોરણ-10ની પરીક્ષાનું ટાઈમટેબલ (10.00 AM to 1.15 PM)
- 26 ફેબ્રુઆરી - ગુજરાતી/ અંગ્રેજી(પ્રથમ ભાષા)
- 28 ફેબ્રુઆરી - વિજ્ઞાન
- 4 માર્ચ - સામાજિક વિજ્ઞાન
- 6 માર્ચ - બેઝિક ગણિત
- 9 માર્ચ - સ્ટાન્ડર્ડ ગણિત
- 11 માર્ચ - અંગ્રેજી/ ગુજરાતી (દ્વિતીય ભાષા)
- 16 માર્ચ - હિન્દી અને સંસ્કૃત
ધોરણ-12(સામાન્ય પ્રવાહ)ની પરીક્ષાનું ટાઈમટેબલ (3.00 PM to 6.15 PM)
- 26 ફેબ્રુઆરી - ઈકોનોમિક્સ
- 28 ફેબ્રુઆરી - વાણિજ્ય વ્યવસ્થા
- 4 માર્ચ - એકાઉન્ટ
- 5 માર્ચ - મનોવિજ્ઞાન
- 6 માર્ચ - સમાજશાસ્ત્ર
- 7 માર્ચ - ગુજરાતી/અંગ્રેજી (દ્વિતીય ભાષા)
- 9 માર્ચ - આંકડાશાસ્ત્ર
- 10 માર્ચ - ગુજરાતી (પ્રથમ ભાષા)
- 11 માર્ચ - હિન્દી( દ્વિતીય ભાષા)
- 12 માર્ચ - સેક્રેટરી પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર (SPCC)
- 13 માર્ચ - ભૂગોળ
- 14 માર્ચ - કોમ્પ્યુટર
- 16 માર્ચ - સંસ્કૃત પારસી અરબી
ધોરણ 12 (સાયન્સ)ની પરીક્ષાનું ટાઈમટેબલ (3.00 PM to 6.15 PM)
- 26 ફેબ્રુઆરી - ફિઝિક્સ
- 28 ફેબ્રુઆરી - કેમિસ્ટ્રી
- 4 માર્ચ - બાયોલોજી
- 6 માર્ચ - અંગ્રેજી (દ્વિતીય ભાષા)
- 7 માર્ચ - અંગ્રેજી (પ્રથમ ભાષા)
- 9 માર્ચ - ગણિત
- 11 માર્ચ - કોમ્પ્યુટર
- 12 માર્ચ - ગુજરાતી (પ્રથમ ભાષા)
- 13 માર્ચ - ગુજરાતી (દ્વિતીય ભાષા)
