નકલી ઈન્જેક્શન મામલે ક્રાઈમ બ્રાંચે વધુ બે આરોપીની કરી ધરપકડ
Live TV
-
અમદાવાદ શહેરમાં કોરોના મહામારીના સમયમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે વપરાતી ટોસિલિઝુમેબ અને એક્ટ્રેમ્બ્રા નામની દવાઓનાં નામે સ્ટેરોઈડના ઈન્જેક્શનો દર્દીઓ સુધી પહોંચાડવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે આ ગુનાના મુખ્ય આરોપી સોહિલને સુરતથી ઝડપી પાડ્યો છે. સાથે જ તેમના કબ્જામાંથી જુદી જુદી કંપનીઓનાં નામવાળા સ્ટીરોઈડના ઈંજેક્શનો અને ટેબલેટ્સ કેપ્સુઅલ સહિત 7 લાખ 38 હજાર 500 રૂપિયાની દવાનો જથ્થો ઝડપી પાડ્યો છે. તો સાથે જ આ ગુન્હાના અન્ય આરોપી દિનેશ શાહ તથા અક્ષય શાહની સાથે કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ આ ગુન્હાની તપાસ ચાલુ છે.
