Skip to main content
Settings Settings for Dark

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રેલી તથા કબ- બુલ બુલ ઉત્સવ યોજ્યો

Live TV

X
  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદ જિલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘમાં ૩૭ જિલ્લા રેલી તથા કબ- બુલ બુલ ઉત્સવ યોજાઇ ગયા, દરેકે દરેક રાજ્ય રેલી તથા જામબોરીમાં ભાગ લીધેલ છે, ઈન્ટરનેશનલ  જામબોરીમાં જાપાન, અમેરિકામાં સ્કૂલ બોર્ડના સ્કાઉટ ગાઇડ બાળકોએ ભાગ લીધો હતો.

    નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડ જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘમાં 1960થી સ્કાઉટિંગ પ્રવૃત્તિ ચાલે છે, જે ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઇડ સંઘમાં જુદા જુદા આયામોની અંદર અગ્રેસર છે. વિશ્વના 216 જેટલા દેશોમાં ચાલતી આ આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિ, જે વિશ્વ બંધુત્વની એકતાની ભાવના જાગૃત કરવા માટે એક ઉમદા જવાબદાર નાગરિક તરીકે પોતાના ક્ષેત્રમાં આગળ વધે છે અને રાષ્ટ્રને આગળ લાવવામાં પોતાનું યોગદાન આપી શકે છે. સ્કાઉટિંગ - ગાઇડિંગએ વર્ગનું શિક્ષણ નથી પરંતુ તે ખુલ્લી હવામાં પ્રકૃતિનાં ખોળામાં વિહરવાનું, પ્રકૃતિના વિવિધ સૌંદર્યોનો અનુભવ કરવાનું, હાઈકિગ, શિબિર જીવન દ્વારા અણમોલ તકો પૂરી પાડે છે. ઓછામાં ઓછી જરૂરિયાતો વડે વધારેમાં વધારે સગવડો અને નિર્ભેળ આનંદ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ આ પ્રવૃત્તિ શીખવે છે.

    આગામી ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન દક્ષિણ કોરિયા ખાતે યોજાનાર ઈન્ટરનેશનલ જામબોરીમાં ૧૮ સ્કાઉટ ગાઇડ બાળકો, ૨ સ્કાઉટ માસ્ટર, ૨ ગાઇડ કેપ્ટન ભાગ લેનાર છે. હાલ માં 5000 જેટલા બાળકો સ્કાઉટિંગ પ્રવૃતિ સાથે જોડાયેલ છે પરંતુ આગામી વર્ષમાં 1,00,000 બાળકો સ્કાઉટિંગમાં જોડાય તે માટેના પ્રયત્નો હાથ ધર્યા છે તેમજ વિશેષમાં આ વર્ષે સી- સ્કાઉટ રાજ્ય તથા દેશ કક્ષાએ સૌ પ્રથમ  ૧૦૦ જેટલી સી-સ્કાઉટ સેના- કંપની શરૂ કરવામાં આવશે, જેમાં 2400 જેટલા સ્કાઉટ ગાઇડ જોડાશે. આમ સ્કાઉટિંગ માં જોડાયેલ બાળકો સ્કાઉટિંગના 4 આધાર સ્તંભ ચારિત્ર્ય, આરોગ્ય, કળા - કૌશલ્ય અને સેવા પોતાના જીવનમાં વિકસાવે છે અને તેમનું જીવન જ તેમનો સંદેશ બને.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply