નડિયાદમાં સરદાર જયંતિની ઉજવણી, એકતા, અખંડતા અને અદમ્ય દેશપ્રેમનો સંદેશ.
Live TV
-
31 ઓક્ટોબર, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે તેમના જન્મસ્થાન નડિયાદ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા SRP ગ્રાઉન્ડથી એકતા રેલીને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, અગ્રણી નયનાબેન પટેલ સહિતના મહાનુભાવોએ એકતા રેલીમાં દોડ લગાવી હતી.
નગરજનોએ પણ ઉત્સાહપૂર્વક સહભાગી થઈ જય સરદાર અને વંદે માતરમના નારા સાથે નડિયાદ શહેરને ગુંજાવ્યું હતું. રેલી દરમિયાન બસ સ્ટેન્ડ સ્થિત સરદાર સાહેબની પ્રતિમાને અને દેસાઈવગો સ્થિત સરદાર પટેલના જન્મ સ્થળ પર આવેલ ગાંધીજીની પ્રતિમા તથા ગર્ભગૃહમાં સરદાર સાહેબને સુતરની આંટી તેમજ પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કરવામાં આવ્યા હતા.
