Skip to main content
Settings Settings for Dark

નરેન્દ્ર મોદીને સતત ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી પદ સંભાળવા બદલ ગુજરાત વિધાનસભામાં અભિનંદન પ્રસ્તાવ રજૂ કરાયો

Live TV

X
  • મુખ્યમંત્રી અને ગુજરાત વિધાનસભા ગૃહના નેતા ભૂપેન્દ્ર પટેલે, તાજેતરની લોકસભાની ચૂંટણીમાં 140 કરોડ ભારતવાસીઓએ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી તરીકેનું સેવાદાયિત્વ સતત ત્રીજીવાર સોંપ્યું તે માટે સમગ્ર ગુજરાત વતી અભિનંદન પાઠવ્યા હતા. 

    મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, એક સામાન્ય કાર્યકર્તાથી લઈને દેશના પ્રધાનમંત્રી સતત ત્રીજીવાર બનવું એ અસાધારણ ઘટના છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશના સુકાની તરીકે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં ભારત અને ખાસ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહના નેતા તરીકે પંદરમી ગુજરાત વિધાનસભાના પાંચમાં સત્રના પ્રથમ દિવસની કાર્યવાહીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સતત ત્રીજીવાર દેશનું સેવાદાયિત્વ સંભાળવા માટે અભિનંદન આપતો સરકારી સંકલ્પ નિયમ-120 અન્વયે ગૃહમાં પ્રસ્તુત કર્યો હતો. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વીઝનરી લીડરશીપમાં ભારત આજે વિશ્વની પાંચમી મોટી આર્થિક સત્તા બન્યું છે તેની વિસ્તૃત છણાવટ મુખ્યમંત્રીએ કરી હતી. 

    મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કેપિટલ એક્સપેન્ડીચરમાં થયેલા આ ગ્રોથને કારણે રોડ-રસ્તા, વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામો વધતા લોકોનું ‘ઈઝ ઓફ લિવીંગ’ ઊંચું ગયું છે તે સાથે વ્યાપાર ઉદ્યોગ, લોજીસ્ટિક્સ વગેરેમાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકેનું સેવાદાયિત્વ સંભાળ્યું ત્યારે ભારત વિશ્વમાં 11મા ક્રમની અર્થવ્યવસ્થા ધરાવતો દેશ હતો. પાછલા દશકામાં તેમની સુશાસન પ્રતિબદ્ધતાને પરિણામે દેશનો સર્વગ્રાહી વિકાસ થયો છે અને ભારત પાંચમું મોટું અર્થતંત્ર બની ગયો છે. એટલું જ નહિ, તેમના કુશળ નેતૃત્વમાં ભારત વિશ્વના મોટા અર્થતંત્ર ધરાવતા દેશોમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઈકોનોમી તરીકે ઊભરી આવ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply