નર્મદાનું પાણી આજ રાતથી ખેડુતો માટે બંધ
Live TV
-
સરદાર સરોવર નર્મદા બંધમાં જળ સંકટને કારણે આજ રાતથી ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવશે અને નર્મદાના પાણીનો ઉપયોગ માત્ર હવે પીવાના પાણી માટે કરવામાં આવશે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ઘટીને 105.64 મીટર પર પહોંચી ગઇ છે. ડેમમાં સતત પાણીની સંપત્તિ ઘટવાને લીધે ગુજરાતને પીવા અને સિંચાઈ માટે પાણી પહોંચાડવા માટે ઇતિહાસ માં પ્રથમ વાર IBPT(ઇરીગેશન બાયપાસ ટનલ)નો ઉપયોગ કરી મુખ્ય કેનાલ દ્વારા 10000 ક્યુસેક પાણી અપવામાં આવતું હતું. સતત ડેમની સપાટી ઘટતા આજથી IBPT ટનલ માંથી 8664 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરકારે આ વખતે નર્મદાના પાણીમાં સતત ઘટાડો થવાને લીધે ખેડૂતોને ઉનાળામાં પાણી નહીં મળે તેમ કહી દીધું છે. જેથી ખેડૂતોને કોઈ આર્થિક નુકશાન થાય નહિ અને આજે 15 માર્ચ રાત્રી થી બ્રાન્ચ કેનાલોમાં પાણી આપવાનું બંધ કરી દેવામાં આવશે
નર્મદા ડેમના દરવાજા લગાવાયા બાદ ડેમમાં 138.68 મીટર સુધી જળ સઁગ્રહ કરી શકાય છે. પરંતું મધ્યપ્રદેશમાં ઓછા વરસાદના કારણે આ વખતે ગુજરાતને 42 ટકા ઓછું પાણી મળયું છે. પાણીની આવક ઓછી હોવાના કારણે નર્મદા ડેમની જળ સપાટી ઘટીને 105.64 મીટર થઈ ગઈ છે. પાણીની આવક 2024 ક્યુસેક છે અને નદીને જીવંત રાખવા માટે 626 કયુંસકે પાણી ગોડબોલે ગેટમાંથી છોડાય રહ્યું છે. ડેડ સ્ટોરેજ પાણીનો જથ્થો 3109.26 મિલિયન ક્યુબિક મીટર છે અને મુખ્ય કેનાલમાં 8220 ક્યુસેક પાણી છોડાય છે. જેના ફ્લોમાં રાત્રી થી ઘટાડો કરી દેવામાં આવશે. કારણ કે હજુ ઉનાળામાં અઢી મહિના જેટલો સમય બાકી છે અને હવે જે પાણી પીવાના પાણી માટે સ્ટોરેજ કરવાનું છે.